Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

GPL XII Closing Ceremony – 2023

Photo Gallery

SGVP સૂર્યા સ્પોર્ટસ એકેડેમી દ્વારા GPL 12 ઓલઇન્ડીયા ઓપન નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ (ટેનિસ)માં ગુજરાતની વિવિધ મુખ્ય શહેરોની ટીમો ઉપરાંત દિલ્હી, કલકત્તા, મુંબઇના ૧૨૪ ક્રિકેટ ટીમના ખેલાડીઓના શાનદાર પ્રદર્શનથી આ ટુર્નામેન્ટ યાદગાર બનીરહી છે

આ GPL-12 ઓલ ઇન્ડીયા ઓપન નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમાપન સમારોહમાં ૧૧ જુન, ૨૦૨૩ના રોજ, મુખ્ય મહેમાન માજી ક્રિકેટર શ્રી નયન મોગિયા, કોઠારી શ્રી ધર્મનંદનદાસજી સ્વામી, શાસ્ત્રી શ્રી ભકતવત્સલદાસજી સ્વામી, કોઠારી શ્રી મુક્તસ્વરૂપદાસજી સ્વામી, વડોદરા રણજી ખેલાડી શ્રી ઉર્વીલ પટેલ, જીપીએલ 12ના ટાઇટલ સ્પોન્સર શ્રીકૌશિકભાઇ, હેવન ગ્રુપના માલિક તથા ઇન્ડીયન ઓઇસના સ્પોન્સર શ્રી રાહુલભાઇ અગ્રવાલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ ટુર્નામેન્ટમાં ROCKY-11 ટીમે DEV 11 ટિમને 59 રને હરાવી વિજેતા થતા ચેમ્પિયન ટ્રોફી સાથે 2,50,000 બે લાખ પચાસ હજારનું માતબર ઇનામ જીતેલ છે. જ્યારે રનર્સ ટીમને 1,25,000 રોકડ ઇનામ અને ટ્રોફી એનાયત કરવામાં આવેલ.
આ ટુર્નામેન્ટમા પ્રશાંત ઠાકોરને મેન ઓફ ધ સીરીઝમા 50,000નું રોકડ ઇનામ અને ટ્રોફી અર્પણ કરવામા આવેલ, જ્યારે હેમન્ત પૌલ અને સૂરજ ભદોરિયાને અનુક્રમે શ્રેષ્ઠ બેસ્ટ બેટ્સમેન અને શ્રેષ્ટ બોલર તરીકે 25000 રોકડ ઇનામ અર્પણ કરવામાં આવેલ છે.

અંતમાં વિદેશ સત્સંગ પ્રચાર કરી રહેલ સ્વામી માધવપ્રિયદાસજી સ્વામીએ ફોન દ્વારા જણાવેલ કે મેદાની રમતોમાં શરીરની સાથે સાથે મન અને બુદ્ધિ પણ કેળવાય છે. એમાંથી પ્રાપ્ત થતું કૌશલ્ય જીવનના દરેક ક્ષેત્રમાં ઉપયોગી થાય છે. જીતને ખેલદીલીથી સ્વીકારો સાથે સાથે હારને પણ ખેલદિલથી સ્વીકારીએ, ચાલો સાથે મળીને મા ભારતનું ગૌરવ વધારીએ.
સતત 72 દિવસ સુધી ચાલેલી આ ટુર્નામેન્ટની વ્યવસ્થા, શ્રી કુંજવિહારીદાસજી સ્વામીની આગેવાની નીચે ઘનશ્યામ ભાઇ સુવા, ભરતભાઇ પટેલ, માલદેવ કેશવાલા તથા રમેશભાઇ પંડ્યાએ સંભાળી હતી.

Achieved

Category

Tags