Gurukul Premier League – 7 organised by SGVP Surya Sports Academy celebrated final match ceremony in leather ball category on 06 May 2017 in the presence of Sadguruvarya Shastri Shree Mahavpriyadasji Swami, Hon. Highcourt judge Shree Dholariya, ex. Cricketer Uaday Joshi & Bimal Jadeja.
Among 44 cricket teams from Gujarat, Uttr Pradesh, Madhya Pradesh, Mumbai, Hariyana, Tamilnadu, Delhi, Meghalay, Rajsthan in the final match Darshanam Bombers Eleven, Vadodara defeated Rewa Division Eleven, Madhya Pradesh and received Championship Trophy along with 2,51,000/- cash prize and gifts. Runner up team received Runner up Trophy along with 1,25,000/- cash prize and gifts.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી સૂર્યા સ્પોર્ટસ એકેડેમી દ્વારા યોજાયેલ જીપીએલ-૭માં લેધરબોલ કેટેગરીમાં ગુજરાત, ઉત્તરપ્રદેશ, મુંબઇ, હરિયાણા, તામિલનાડુ, દિલ્હી, મેઘાલય, રાજસ્થાન વગેરેની ૪૪ ક્રિકેટ ટીમોએ ભાગ લીધેલ.
જેમાં ફાઇનલ મેચમાં દર્શનમ્ બોમ્બર્સ ઇલેવન વડોદરાએ રેવા ડીવીઝન મધ્યપ્રદેશને ત્રણ રનથી હરાવી પ્રથમ વિજેતા થતાં સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા ગુજરાત હાઇકોર્ટના જજ શ્રી ઢોલરિયા સાહેબના વરદ હસ્તે વિજેતા ટીમને બેલાખ અને એકાવન હજાર, ટ્રોફી, ગીફ્ટ તથા રનર્સ ટીમને એક લાખ અને પચીસ હજાર રોકડ પુરસ્કાર, ટ્રોફી, ગીફ્ટ અર્પણ કરવામાં આવેલ. સાથે સાથે મેન ઓફ સીરીઝ ને રુપિયા પચીસ હજાર, બેસ્ટ બેટ્સમેનને રુ.પંદર હજાર, બેસ્ટ બોલરને રુ.પંદર હજાર રોકડ પુરસ્કાર સાથે ટ્રોફી અર્પણ કરવામાં આવેલ.
આ પ્રસંગે પૂજ્ય સ્વામીજીએ જણાવેલ કે, ખરેખર આ ફાઇનલ મેચ રોમાંચક રહેલ છે. બેય ટીમનો જુસ્સો પ્રશંચનીય રહ્યો છે.
આ દેશમાં જેટલા યુવાનો છે તેટલા યુવાનો કોઇ દેશમાં નથી. આ ભારત માટે મોટું સદ્ ભાગ્ય છે. ભારતનો યુવાન શરીરથી સ્વસ્થ હોય, મનથી નિર્મળ હોય તેની બુદ્ધિ તીક્ષ્ણ હોવી જોઇએ. ઘડતરના આવા ઉમદા ધ્યેયથી આ એસજીવીપી ઇન્ટરનેશનલ કેમ્પનું સર્જન થયુ છે. યુવાનો માટે આ એજીવીપી ક્રિકેટ ગ્રાઉન્ડને અમે ભગવાનનું મંદિર માનીએ છીએ અને બેટ અને બોલને ભગવાનની પૂજાની સામગ્રી માનીએ છીએ. જીતને ખેલદીલીથી સ્વીકારીએ સાથે સાથે હારને પણ ખેલદિલથી સ્વીકારીએ, હારથી નિરાશ ન થવું ને જીતથી ગર્વ ન કરવો. મા ભારતનું ગૌરવ વધારીએ. જેણે જેણે આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે તેને અમારા અભિનંદન.
આ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના જજ શ્રી ઢોલરિયા, પૂર્વ ક્રિકેટર ઉદય જોષી અને વિમલ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.