ગુરુકુલ પ્રીમિયર લીગ – 13, સમાપન સમારોહ
SGVP ના વિશાળ ક્રિકેટ ગ્રાઉન્ડમાં, SGVP સૂર્યા સ્પોર્ટ્સ એકેડેમી દ્વારા આયોજિત GPL – 13, ઓલ ઈન્ડિયા ઓપન નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ (ટેનિસ બોલ) નો સમાપન સમારોહ તા. 11 જૂન, 24 ના રોજ પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી, કોઠારી શ્રી ધર્મનંદનદાસજી સ્વામી, માનનીય શ્રી કાનજીભાઈ વરસાણી (કે સોલ્ટ, કેન્યા), શ્રી પ્રિયાંક પંચાલ (ભારતીય ટેસ્ટ ક્રિકેટર), શ્રી હાર્વિક દેસાઈ (U-19, રણજી ટ્રોફી વિજેતા), શ્રી મોનીન શર્મા (ક્યુબિક સ્પોર્ટ્સ) વગેરે મહાનુભાવોની હાજરીમાં ઉપસ્થિતિમાં યોજાયો હતો. વિજેતા ટીમ અને વિશેષ શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. ઘણા પ્રખ્યાત ખેલાડીઓએ તેમના શાનદાર પ્રદર્શનથી આ ટુર્નામેન્ટને યાદગાર બનાવી હતી.
વિદેશમાં સત્સંગ વિચરણ કરી રહેલા ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ વિજેતા ટીમ તથા તમામ સ્પર્ધકો અને આયોજકોને આ મેગા સ્પોર્ટ્સ ઈવેન્ટના સફળ આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા.
ફાઇનલ મેચમાં, ‘RAR ફાઉન્ડેશન, ‘જલારામ 11’ ક્રિકેટ ટીમ સામે રીબડા’ ક્રિકેટ ટીમ વિજેતા થઈને GPL – 13 ચેમ્પિયન ટ્રોફી જીતી હતી. વિજેતા ટીમને 2,50,000/- રૂ.નું રોકડ ઈનામ + ટ્રોફી + ભેટ થી નવાજવામાં આવ્યા હતા. જ્યારે રનર્સ અપને 1,25,000/- રૂ.નું રોકડ ઇનામ + ટ્રોફી + ભેટ એનાયત કરવામાં આવી હતી.
મેન ઓફ ધ મેચ : વિનુભા વાઘેલા (RAR ફોઉન્ડેશન રીબડા) : ટ્રોફી + ભેટ
મેન ઓફ ધ સિરીઝ : ભાવિક ભાડાની (રોકી 11 ક્રિકેટ ટીમ) : 40,000/- રૂ.નું રોકડ ઇનામ + ટ્રોફી + ભેટ
શ્રેષ્ઠ બેટ્સમેન : પ્રશાંત ઠાકોર (રોકી 11 ક્રિકેટ ટીમ) : રોકડ પુરસ્કાર રૂ. 20,000/- + ટ્રોફી + ભેટ
શ્રેષ્ઠ બોલર : રાજદિપસિંહ જાડેજા (RAR ફાઉન્ડેશન રીબડા) : રોકડ પુરસ્કાર રૂ. 20,000/- + ટ્રોફી + ભેટ