ચપ્પલ વિતરણ, વડતાલધામ
ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણે દરિદ્રના દુઃખ દૂર કરવાની આજ્ઞા આપી છે.ત્યારે ઉનાળાના આકરા તાપમાં રોડ ઉપર ખુલ્લા પગે લોકો, બાળકો, જરૂરિયાતમંદ લોકોને થોડી રાહત મળે એવા શુભ હેતુથી પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી અને પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજીના માર્ગદર્શન સાથે, આગામી વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે, વડતાલધામ ખાતે, તા. ૨૮ એપ્રિલ, ૨૦૨૪ ના રોજ, SGVP ગુરુકુલ પરિવારના સૌજન્યથી ૧૦,૦૦૦ જોડી છપ્પલનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પરમ પૂજ્ય ૧૦૦૮ શ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીના શુભાશીર્વાદ તથા વડતાલધામના કોઠારી શ્રી ડૉ. સંતવલ્લભ દાસજી સ્વામી, ચેરમેન શ્રી દેવપ્રકાશદાસજી સ્વામીના સાંનિધ્યમાં વડતાલ તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના, રસ્તાઓ તથા ગલીએ ગલીએ, ખેતરોમાં, મજૂરોના આવાસોમાં સ્વયંસેવકોએ જાતે જઈને પંદર હજાર ઉપરાંત જોડી ચપ્પલ દરિદ્ર નારાયણો પગમાં પહેરાવી અમૂલ્ય સેવાનો લાભ લઈ ઈષ્ટદેવને પ્રસન્ન કર્યા હતા.