Photo Gallery
કોરોના મહામારી સમયે SGVP ગુરુકુલ અને તેના શાખા ગુરુકુલો દ્વારા ભોજન વિતરણ
ભારતમાં દિવસે દિવસે કોરાના મહામારીનો પ્રકોપ વધી રહ્યો છે અને લોકડાઉનને લીધે હજારો લોકોને જીવન નિર્વાહની સામગ્રીની મુશ્કેલીઓ ઉભી થઇ છે.
સરકારશ્રી આ પરિસ્થિતિને પહોંચી વળવા પ્રચંડ પુરુષાર્થ કરે છે ત્યારે સેવાભાવી સંસ્થાઓએ પણ આમાં મદદરુપ થવાની જરુર છે.
આ દ્રષ્ટિ ખ્યાલમાં રાખીને ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન મુજબ જરુરિયાતમંદોને ભોજન સહાય માટે દરરોજ SGVP ગુરુકુલના સંતો મોટા પાયા પર ભોજન તૈયાર કરી રહ્યા છે, અને રાષ્ટ્રીય સેવક સંઘના ભાવિક કાર્યકર્તાઓ ભોજન વિતરણની વ્યવસ્થા સંભાળી રહ્યા છે. SGVP ગુરુકુલ છારોડીમાં રોજ બે હજાર માણસોનું ભોજન બની રહ્યુ છે.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવાદ – મેમનગર ખાતે રોજીંદી વપરાશની કીટ બનાવીને જરૂરિયાતમંદોમાં વિતરણ કરવામાં આવે છે.
એજ રીતે SGVP શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રીબડા (રાજકોટ) ખાતે પણ સંતો મોટા પાયા પર ભોજન તૈયાર કરી બોલબાલા ટ્રસ્ટ રાજકોટના ઉત્સાહ સેવાભાવી સ્વયંસેવકોના સહયોગથી ભોજન વિતરણની વ્યવસ્થા સંભાળી રહ્યા છે.
SGVP ગુરુકુલ રીબડામાં રોજ એક હજાર માણસો માટે રસોઇ બની રહી છે. ગુરુકુલ પણ વિતરણ વ્યવસ્થામાં સહભાગી થયું છે.
આ રીતે SGVP દ્વારા કુલ 3000 લોકો માટે દૈનિક ભોજન વ્યવસ્થા ચાલું થઈ છે. આવતા દિવસોમાં જેમ જરુરિયાત વધશે તેમ તેમાં વધારો કરવામાં આવશે.
પૂજ્ય સ્વામીજીના આદેશ મુજબ આ સેવાકાર્ય આપત્કાળ પૂરો નહીં થાય ત્યાં સુધી ચાલું રહેવાનું છે.