તાજેતરમાં ઉના પંથકમાં થયેલ ભારે વર્ષાથી ઘણા ગામ સંપર્ક વિહોણા બન્યા ત્યારે સદગુરૂવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના માર્ગદર્શન અને રાહબરી નીચે કાણકિયા, કનેરી, સીમર, હરમડીયા, નવાપરા, સીમાસી, વાવરડા, દુધાળા વગેરે ગામોમાં તાત્કાલિક ધોરણે વરસતા વરસાદમાં ફૂડ-પેકેટ તૈયાર કરીને સંતોએ રાહત કાર્ય શરુ કર્યું હતું. 4200 ફૂડ-પેકેટ ઉપરાંત 350 જોડી કપડાં, શાલ-ધાબળા અને ખાસ કરીને એક પરિવારને દશેક દિવસ ચાલે તેટલા લોટ, દાળ, ચોખા, ખીચડી, તેલ, ચા, ખાંડ, મીણબત્તી, માચીસ સહિતની રાશન સામગ્રીની 350 ઉપરાંત કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રાહત કાર્યના આગામી કાર્યક્રમમાં ધોવાણ થયેલા ખેતરોના પુનર્નિર્માણની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.