Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

First in State Sanskrit Competition, 2012

In the state level Sanskrit Elocution and other traditional competitions, saints and Rushikumars of Darshanam Sankrit Mahavidyalay secured the first position with 14 Gold Medals, 4 Silver Medals and 2 Bronze Medals and received the VIJAY VAIJAYANTI trophy. Competition was held during, 3-4-5 October, 2012 in the presence of Shree V. Kutumbshastri (Chancellor, Shree Somnath Sanskrit Uni., Veraval) and other Sanskrit scholars across the Gujarat state.  All winners have to participate in consequent National Level Competition.

રાજ્ય સ્તરીય શાસ્રીય સંસ્કૃત સ્પર્ધામાં એસજીવીપીના દર્શનમ્‌ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોનો ઝળહળતો વિજય

સંસ્કૃત સાહિત્ય અકાદમી – ગાંધીનગર અને રાષ્ટ્રિય સંસ્કૃત સંસ્થાન – ન્યુ દિલ્હીં દ્વારા આયોજિત તેમજ શ્રી સ્વા્મિનારાયણ ગુરુકુલ દર્શનમ્‌ સંસ્કૃત મહાવિદ્યાલય, એસજીવીપી અમદાવાદના યજમાન પદે યોજાયેલ રાજ્ય સ્તરીય સંસ્કૃત વક્તૃત્વ પ્રતિયોગિતા તથા શલાકા પ્રતિયોગિતા સ્પર્ધા યોજાઇ હતી. જેમાં શાસ્રીય વક્તૃત્વ સ્પર્ધામાં અને શલાકા સ્પર્ધામાં સાહિત્ય, ન્યાય, વ્યાકરણ, સાંખ્ય, મીમાંસા, ધર્મશાસ્ર, જ્યોતિષ્ય, વેદાન્ત વગેરે વિષયો રાખવામાં આવેલ. ઉપરાંત શાસ્ત્રાર્થ વિચાર, સમસ્યા પૂર્તિ, અંત્યાક્ષરી વગેરે ૨૨ જેટલી સ્પર્ધાઓનું આયોજન થયું હતું.જેમા દર્શનમ્‌ સંસ્કૃ્ત મહાવિદ્યાલયના ભણનારા સંતો અને ઋષિકુમારોએ ૧૪ ગોલ્ડ ચંદ્રક, ૪ રજત ચંદ્રક અને ૨ કાસ્ય ચંદ્રક સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં સર્વ પ્રથમ આવતા મહાવિદ્યાલયને  ‘વિજય વૈજયંતી’ અવોર્ડ પ્રાપ્ત થયો હતો.

શાસ્રીય વક્તૃત્વ સ્પર્ધામાં વિજેતા ઋષિકુમારો :-
૧.તેરૈયા વિશાલ  – વ્યા‍કરણ – સુવર્ણ ચંદ્રક૨.વેગડા આકાશ – સાહિત્યે – સુવર્ણ ચંદ્રક૩.રાવળ અંકિત – સાંખ્યય – સુવર્ણ ચંદ્રક ૪.જોષી વિશાલ – મીમાંસા – સુવર્ણ ચંદ્રક૫.ભટ્ટ જગદીશ – વેદાન્ત  – સુવર્ણ ચંદ્રક૫. ત્રિવેદી હર્ષિલ – ધર્મશાસ્ર – સુવર્ણ ચંદ્રક૭.ઉપાધ્યાય બ્રિજેશ – ન્યાય – રજત ચંદ્રક૮.જોષી સુરેશ – જ્યોતિષ્‌ – કાંસ્ય  ચંદ્રક

શલાકા સ્પર્ધાઃ-
આ સ્પર્ધામાં સંપૂર્ણ ગ્રન્થ મૌખિક કરવાનો હોય છે. પરિક્ષક ગ્રન્થમાં કોઇ સ્થળે શલાકા – સુવર્ણ સળી મૂકે ત્યાંથી કંઠસ્થ – મૌખિક બોલવાનું હોય છે. પછી સંસ્કૃતમાં જ પ્રશ્નોના ઉત્તરો આપવાના હોય છે. આ સ્પર્ધા ખૂબજ કઠિન હોય છે.

શલાકા સ્પર્ધાના વિજેતાઓ :-
૧.ભટ્ટ અશ્વિન – સાહિત્ય્ – સુવર્ણ ચંદ્રક૨.જાની સ્વસ્તિક-  વ્યાકરણ – સુવર્ણ ચંદ્રક૩.ત્રિવેદી ભગીરથ – ન્યાય – સુવર્ણ ચંદ્રક૪.ભટ્ટ હર્ષલ – વેદાન્ત – સુવર્ણ ચંદ્રક૫. સાધુ નિરંજનદાસજી સ્વામી – ભગવત્‌ ગીતા સંપૂર્ણ – સુવર્ણ ચંદ્રક૬.રાવળ જીગર – જ્યો‍તિષ્‌  – રજત ચંદ્રક૭.જોષી જયદીપ – અમર કોષ – સુવર્ણ ચંદ્રક૮. જોષી સચિન – ધાતુ રુપ કંઠ પાઠ – રજત ચંદ્રક૯. જોષી ચિન્તન – શાસ્રાર્થ વિચાર – સુવર્ણ ચંદ્રક૧૦. સાધુ મુનિવત્સલદાસજી સ્વામી – શાસ્રાર્થ વિચાર – સુવર્ણ ચંદ્રક૧૧. તેરૈયા સાગર – કાવ્ય્ કંઠપાઠ – રજત ચંદ્રક૧૨. પંડયા વસિષ્ઠ – અક્ષર શ્લોકી સ્પર્ધા – કાંસ્ય ચંદ્રક

આ સ્પર્ધાના સમાપન સમારોહમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટી – વેરાવળના કુલપતિ શ્રી કુટુંબશાસ્રી, વયોવૃદ્ધ વિદ્વાન શ્રી ડાહ્યાભાઇ શાસ્રી – બ્રહ્મર્ષિ ધામ નડિયાદ, યુવા સાંસ્કૃકતિક વિભાગ સચિવ શ્રી ભાગ્યે્શભાઇ ઝા, અમદાવાદ ડી.ઇ.ઓ. મહેશભાઇ રાવળ, શ્રી ફૂલશંકરભાઈ શાસ્રી – ગાંધીનગર વગેરેએ ઉપસ્થિત રહી પ્રાસંગિક ઉદ્‌બોધન કર્યું હતું.સાંદીપની વિદ્યાલય નિકેતન, પોરબંદર બીજા ક્રમાંકે તથા વરતંતુ સંસ્કૃત વિદ્યાલય, ભાગવત્ વિદ્યાપીઠ – સોલા ત્રીજા ક્રમાંકે વિજેતા થયા હતાં.દરેક સ્પર્ધાના પ્રથમ વિજેતાઓ આગામી જાન્યુવઆરી માસમાં હિમાચલચ પ્રદેશમાં યોજાનાર રાષ્ટ્ર સ્તરીય સંસ્કૃત સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.સદ્ગુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા વડીલ સંતોએ સર્વે વિજેતાઓને શુભાશીષ પાઠવ્યા હતાં.
Picture Gallery
 

 

Achieved

Category

Tags