Veda, BrahmSutra, ShreemadBhagawatPuran, Shree VishnuSahasraNam, ShreemadBhagawatGeeta, VidurNeeti, VasudevMahatmya&YagnavalkyaSmruti – these are the eight scriptures are approved by Bhagawan Shree Swaminarayan as authentic (Shikshapatri 93-95) for the welfare of human beings. As per the Nagya of Bhagwan Shree Swaminarayan, followers have to recite and listen them with due respect.
Gurukul Parivar organise the Parayan of these eight scriptures often.
This time during the auspicious days of Navaratri, with the inspiration of SadguruvaryaShastri Shree Madhavpriyadasji Swami and with the blessings of Purani Swami Shree Bhaktiprakashdasji Swam &Purani Shree Balkrishnadasji Swami, under the guidance of Parshad ShamjiBhagat&Vidwan Shree Rampriyaji, Parayana and discourses of all eight scriptures was organised at SGVP during October 10 – 18, 2018.
Rushikumars from Darshanam Sanskrit Mahavidyalay and saints participated enthusiastically and completed Parayan& discourses on all eight scriptures.
PujyaSwamijicongratulated and blessed all participants while explaining the importance of these eight scriptures selected by Bhagawan Shree Swaminarayan beneficial for all.
સદગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા તથા પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી તથા પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના આશીર્વાદસાથે,પાર્ષદવર્ય શ્રી શામજી ભગતઅને આચાર્ય શ્રી રામપ્રિયજીના માર્ગદર્શન નીચે, નવરાત્રીના પવિત્ર દિવસોમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી ખાતે, ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા માન્ય પ્રમાણભૂત આઠ સત્શાસ્ત્રો — ચાર વેદ, બ્રહ્મસુ્ત્ર, શ્રીમદ્ ભાગવત પુરાણ, શ્રી વિષ્ણુસહસ્ત્રનામ, શ્રીમદ્ ભગવદ્ગીતા, વિદુરનીતિ, વાસુદેવ માહાત્મ્ય અને યાજ્ઞવલ્ક્ય સ્મૃતિનું અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પૂજ્ય સ્વામીજીએ જણાવેલ કે, શારદીય નવરાત્રી ખરા અર્થમાં શક્તિ સંપાદન કરવા માટેનું સાધન સત્ર છે. આ નવ દિવસ દરમ્યાન સંયમ ભરેલું જીવન અપનાવીને સમગ્ર સૃષ્ટિમાં રહેલ પરમાત્માની આરાધના કરવી એ સાધકની ફરજ છે. આવા પવિત્ર સાધના સત્ર દરમ્યાન શ્રીજી પ્રસન્નતાર્થે, શ્રીજી માન્ય આઠેય સત્શાસ્ત્રોનું એક સાથે અનુષ્ઠાન ખરેખર અભિનંદનીય છે. આવા અનુષ્ઠાનથી આપણી આધ્યાત્મયાત્રા વિશેષ ફળદાયી બને છે.