Photo Gallery
હાલ કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિમાં SGVP ગુરુકુલ દ્વારા સંસ્થાના અધ્યક્ષ સ્વામી શ્રી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી ‘SGVP ગુરુકુલ હોલિસ્ટિક હોસ્પિટલ’માં ખૂબ સારી રીતે દર્દીઓની સારવાર થઈ રહી છે.
ગુરુકુલનું નૈસર્ગિક તથા સાત્વિક વાતાવરણ, નિષ્ઠાવાન ડૉક્ટર્સ અને વૈદ્યોના પુરુષાર્થને કારણે કોરોના તથા અન્ય રોગોના દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈને ખૂબ સંતોષ સાથે ઘરે પરત ફરે છે.
જેના લીધે દેશ-વિદેશમાં હોલિસ્ટિક હોસ્પિટલની કીર્તિ પ્રસરી રહી છે. કોરોનાના કપરા કાળમાં ઓક્સિજનની વ્યવસ્થા કરવી એ ખૂબ કપરી બાબત હતી.
દૂર દૂર વિદેશમાં વસતા ભારતીય ભાઈ-બહેનોએ આવા સમયે માતૃભૂમિની સેવા કરવામાં પાછી પાની કરી નથી.
અમેરિકામાં વસતા ડૉ. વિજયભાઈ ધડુક તથા SGVP ગુરુકુલ પરિવારના ભક્તજનોએ SGVP ગૂરુકુલ હોલિસ્ટિક હોસ્પિટલને ૨૫ ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સનું દાન કર્યું છે. એ ઉપરાંત શિકાગોના શ્રી અરવિંદભાઈ પટેલ તથા તેમના મિત્રમંડળે ૧૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સનું દાન કર્યું છે. આમ લાખો રૂપિયાની કિંમતના કુલ ૩૫ ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ મશીનોનું દાન હોસ્પિટલને મળ્યું છે.
અમેરિકાથી મોકલાયેલા મશીન હોસ્પિટલમાં આવતા પૂજ્ય સ્વામીજી, પૂજ્ય પુરાણી સ્વામી તથા સંતોએ મશીનને ચાંદલા કરી દર્દીઓની સેવામાં સમર્પિત કર્યા હતા અને દાતાશ્રીઓની સેવાની બિરદાવી હતી.