Video
Photo Gallery
યજ્ઞ અનુષ્ઠાન પરાયણ અ.નિ.પુરાણી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામીની પુણ્ય સ્મૃતિમાં SGVP હોલિસ્ટીક હોસ્પિટલ દ્વારા, પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના સાનિધ્યમાં, પૂજ્ય સ્વામીજીના ૨૫૧ ઉપરાંત દિવ્યાંગ વ્યક્તિઓને કૃત્રિમ પગ (prosthetic legs) અર્પણ કરાવામાં આવ્યા હતા.
આ દિવ્ય પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કરતા ગુજરાત રાજ્ય આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવેલ કે અહીં આવેલ તમામ દિવ્યાંગ ભાઇ બહેનોને અભિનંદન છે. કોઇ કારણસર પોતાની કે સામાવાળાની ભૂલને કારણે આપણા અંગમા જે ખોટ આવી છે તે ભગવાનની ઇચ્છા માનીને ના હિમ્મત થવુ નહી.
આ પ્રસંગે સહકારિતા મંત્રી શ્રી જગદીશ ભાઇ પંચાલે જણાવ્યુ હતુ કે SGVP દ્વારા બાળકોને સંસ્કાર સાથે સમાજ સેવા, ગૌસેવા વગેરે વિવિધ સેવાઓ કોઈ પણ પ્રકારના ભેદભાવ થાય છે તે પ્રશંસનીય છે.
આ પ્રસંગે આ દિવ્યાંગ સેવાયજ્ઞમાં જે જે મહાનુભાવોએ સેવા કરી તેમાં મુખ્ય સેવાભાવી બોત્સવાવાસી સ્વામી પરિવારના અગ્રણી શ્રી જીતુભાઇને પૂજય સ્વામીજીએ અને પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ સાફો બાંધી, શાલ ઓઢાડી સન્માન કર્યું હતુ.
આ પ્રસંગે પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે આ દિવ્યાંગ ભાઇ બહેનોની સેવાનો જે અમોને લાભ મળેલ છે ભગવાનની કૃપા છે. હનુમાનજી મહારાજને પણ એક પગે ખોટ હતી છતા પણ ભગવાન શ્રી રામની કૃપાથી મોટા મોટા પહાડો પણ ઓળંગી જતા. એક નાની દિવ્યાંગ દિકરી પણ જો હિમાલય સર કરી શકતી હોય તો આપણે શું ન કરી શકીએ ? માટે કદિ નાહિંમત થવુ નહી.
ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇએ દિવ્યાંગ નામ સુંદર આપેલ છે તે નરેન્દ્રભાઇને અભિનંદન ! આ દિવ્યાંગ ભાઇ બહેનો પાસે અમારે દક્ષિણા માગવી છે કે તેમના જીવનમાં ઘર કરી ગયેલા વ્યસનોને આજના દિવસથી તિલાંજલિ આપે. આ પ્રસંગે ગુરુકુલના ટ્રસ્ટી શ્રી નવિનભાઇ દવે શ્રી મધુભાઈ દોંગા, શ્રી રવિભાઈ ત્રિવેદી ખાસ હાજર રહ્યા હતા.