Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Divyang Seva Yagna – 2023

દિવ્યાંગ સેવાયજ્ઞ – 2023

વડતાલ શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ તથા પુરાણી સ્વામી ભક્તિપ્રકાશદાસજી સ્મૃતિ મહોત્સવના ઉપક્રમે શ્રીસ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ના અધ્યક્ષ સ્વામી શ્રી માધવપ્રિયદાસજી તથા પુરાણી સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજીની પ્રેરણાથી SGVP હોલિસ્ટિક હોસ્પિટલ દ્વારા, તારીખ ૧૯ ડિસેમ્બર, ૨૦૨૩ ના રોજ એક અનુપમ દિવ્યાંગ સેવાયજ્ઞનું આયોજન થયું, જેમાં ૧૫૧ જેટલા ભાઈ-બહેનોને નિઃશુલ્ક કૃત્રિમ પગ અર્પણ કરવામાં આવ્યા.

આ પ્રસંગે ભૂતપૂર્વ હાઈકોર્ટ જસ્ટિસ આદરણીયશ્રી ઢોલરિયા સાહેબ, સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા, ગાંધીનગર નગરપાલિકા સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન શ્રી જશવંતભાઈ પટેલ, પૂર્વ શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા મુખ્ય યજમાન શ્રી હર્ષદભાઈ પટેલ(સાઉથ-આફ્રિકા), દકુભાઈ કસવાળા, રવિભાઈ ત્રિવેદી(કેનેડા), અશ્વિનભાઈ પટેલ(અમેરિકા) વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા.

વેદમંત્રોના ગાન સાથે દીપ-પ્રાગટ્ય થયા પછી સંસ્થાના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજી તથા પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજી તથા ઉપસ્થિત મહેમાનોએ દિવ્યાંગ પુરુષોનું ખેસ પહેરાવી, પ્રસાદ આપી ભાવપૂજન કર્યું હતું. એ જ રીતે બહેનોના વિભાગમાં નયનાબેન પટેલ, દક્ષાબેન પટેલ, અંજલિબેન ત્રિવેદી વગરે એ દિવ્યાંગ બહેનોનું ભાવ પૂજન કર્યું હતું. સંતો દ્વારા ભાવપૂજન થતું જોઈને દિવ્યાંગ ભાઈ-બહેનોના નેત્રોમાં આનંદના અશ્રુ છલકાયા હતા.

આ પ્રસંગે પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીએ આ સેવામાં સહભાગી થનારા ડોક્ટર મિત્રો, દાતાઓને બિરદાવી બહુમાન કર્યું હતું.

આ પ્રસંગે સ્વામી માધવપ્રિયદાસજીએ મંગલ ઉદ્‌બોધન કરતા જણાવ્યું હતું કે, દિવ્યાંગોને કૃત્રિમ પગ અર્પણ કરતા સંસ્થા ધન્યતા અનુભવે છે. દિવ્યાંગોના હૃદયમાં બિરાજમાન ભગવાનનું આ ભાવપૂજન છે. ભારતના વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીએ ‘દિવ્યાંગ’ શબ્દ આપીને સૌને પ્રેરિત કર્યા છે. ભગવાને દિવ્યાંગોના અન્ય અંગોમાં અપાર શક્તિ આપી છે, માટે દિવ્યાંગોએ ક્યારેય પોતાને કમજોર ન સમજવા. ભગવાને તમને આપેલ શક્તિઓને ઓળખી સફળતાના શિખરો સર કરતા રહેજો. આ સેવામાં સહયોગ આપનારા તમામ ભક્તોને અભિનંદન પાઠવું છું.

આદરણીય જશવંતભાઈ પટેલે જણાવ્યું હતું કે, SGVP સંસ્થા શિક્ષણની સાથે સાથે સમાજસેવાનું અમૂલ્ય કાર્ય કરી રહી છે. સંતોના આ સેવાકાર્યને સરકારવતી હું ખૂબ અભિનંદન પાઠવું છું.

માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાએ જણાવ્યું હતું કે, આ સંસ્થાએ હંમેશાં સમાજના ઉત્થાનની ચિંતા કરી છે. સંસારનો ત્યાગ કરેલા સંતો કરુણાથી સંસારીઓની સેવા કરી રહ્યા છે. પૂજ્ય માધવપ્રિય સ્વામી તથા બાલ સ્વામીજીની ઉદારતા અને સરાહનીય સેવાઓના અમે વર્ષોથી સાક્ષી છીએ. અહીંની હોલિસ્ટિક હોસ્પિટલે દુનિયાને આરોગ્યક્ષેત્રે અનોખો માર્ગ ચિંધ્યો છે. આ સેવામાં જોડાયેલા સર્વ સંતો-ભક્તોને હું ગુજરાતની જનતાવતી વંદન કરી અભિનંદન પાઠવું છું.’

આ પ્રસંગે ઉપસ્થિત ભૂતપૂર્વ શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહજી ચૂડાસમાએ આ સેવાકાર્યને બિરદાવ્યું હતું. આ પ્રસંગે કૃત્રિમ હાથ-પગ ફિટીંગમાં સહયોગ આપનાર ગેટબેક કંપનીના ડીરેક્ટર ભાર્ગવભાઈ કોરાટ તથા એમના ધર્મપત્ની ડૉ. ચાંદનીબેનની સેવાઓને બિરદાવી સત્કાર કરવામાં આવ્યો હતો.

ડોક્ટરોની સેવાભાવી ટીમે આ દિવ્યાંગ સેવાયજ્ઞને સફળ કરવા માટે રાત્રિ-દિવસ પુરુષાર્થ કર્યો હતો.

Achieved

Category

Tags