ધ્વજ સ્તંભ સ્થાપન, વડતાલ
વડતાલધામ ખાતે આગામી શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં, પરમ પૂજ્ય યજ્ઞ અનુષ્ઠાનપ્રિય સદ્ગુરુ પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીની પવિત્ર સ્મૃતિમાં SGVP ગુરુકુલ પરિવાર દ્વારા ૧૦૮ કુંડી શ્રી મહાવિષ્ણુ યાગની સેવા સ્વીકારવામાં આવી છે.
પરમ પૂજ્ય ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અને પરમ પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે વિશાળ યજ્ઞશાળા નિર્માણની સેવા પ્રવૃત્તિ શરૂ થઈ રહી છે ત્યારે ઉત્સવના પ્રારંભે શાસ્ત્રીય વિધાન પ્રમાણે ઉત્સવમાં વિજય ધ્વજનું આરોહણ કરવામાં આવે છે.
ભાદરવા સુદ પૂર્ણિમા, તા. ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ પ. પૂ.ધ.ધૂ. ૧૦૦૮ શ્રી રાકેશપ્રસાદજી મહારાજના વરદ હસ્તે અગ્રગણ્ય સંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં ધ્વજ સ્તંભ સ્થાપન અને ધ્વજારોહણનો વિધિ કરવામાં આવ્યો હતો.
Tagged Vadtal