Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Darshanam Runners up in State Sanskrit Competition – 2023

Photo Gallery

ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત અને શાંડિલ્ય વેદ સંસ્કૃત પાઠશાળા બદ્રિનાથ મંદિર, સુરતના યજમાન પદે આયોજીત, રાજ્યસ્તરીય શાસ્ત્રીય સંસ્કૃત સ્પર્ધામાં સમગ્ર ગુજરાતની ૪૬ પાઠશાળાઓમાંથી ૬૦૦ ઉપરાંત સ્પર્ધકોએ ભાગ લીધો. તેમાં એસજીવીપી દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ૩૦ ઋષિકુમાર સ્પર્ઘકોએ ભાગ લીધો હતો.

ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીજીની પ્રેરણા અને વાત્સલ્યમૂર્તિ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીજીના આશીર્વાદથી દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ ૭ સુવર્ણ, ૬ રજત અને ૪ કાંસ્ય ચંદ્રક મેળવી સમગ્ર રાજયમાં બીજા ક્રમે આવી ગુરુકુળ પરિવારને ગૌરવ અપાવ્યું છે.

આ સ્પર્ધામાં ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, મીમાંસા, વેદાન્ત, પુરાણ, કાવ્ય, ગણિત, અર્થ શાસ્ત્ર, ન્યાય, વેદાન્ત જૈન-બૌદ્ધ દર્શન, અર્થશાસ્ર્ત્ર વગેરે શાસ્ત્રોના વિવિધ વિષયો ઉપર પ્રવચન, શલાકા, શાસ્ત્રાર્થ,મુખપાઠ, વગેરેસ્પર્ધાઓમાં ભાગ લેવાનો હોય છે.

સુવર્ણ ચંદ્રક મેળવનારા ઋષિકુમારો
1.જોષી યશ (ન્યાય શાસ્ત્ર). 2.કેવલ ભટ્ટ (જૈન બૌદ્ધ શાસ્ર્ત્ર) 3.શિવમ પંડ્યા (ધાતુ રુપ કંઠ પાઠ) 4. હરિકૃષ્ણ ભગત (શાસ્ત્રાર્થ સ્પર્ધા) 5.દવે જય મિમાંસા શલાકા) 6.વોરા બ્રિજેશ (વેદાન્ત સંભાષણ) 7.જોષી ધ્રુપલ (ભારતીય વિજ્ઞાન સંભાષણ)

રજત ચંદ્રક મેળવનાર ઋષિકુમારો
1.તિલક પ્રીત (વ્યાકરણ શલાકા) 2.દવે લખન (વ્યાકરણ સંભાષણ) 3.દવે વિવેક (ન્યાય સંભાષણ), 4.બ્રહ્મવિહારીદાસજી સ્વામી (વેદાન્ત શલાકા) 5.મહેતા ઉત્સવ (આયુર્વેદ ભાષ્ય સંભાષણ), 6.જોષી હેત (અર્થશાસ્ત્ર શલાકા)

કાંસ્ય ચંદ્રક મેળવનાર ઋષિકુમારો
1.ધ્ર્રુવ મહેતા (કાવ્ય કંઠપાઠ) 2.જોષી કુલદિપ (પુરાણ-ઇતિહાસ કંઠપાઠ) 3.સુજન ભગત (સાંખ્ય યોગ સંભાષણ4.મહેતા કશ્યપ (ભારતીય ગણિત શલાકા)

વિજેતા ઋષિકુમારોને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી, પાઠશાળાના નિરીક્ષક શ્રી તેરૈયા સાહેબ, રાજ્ય અને શાળા કચેરીના કમિશ્નરશ્રી ગાંધીનગર, અને શ્રી જે. જી. અગ્રવાલ બાબા બદ્રિકાશ્રમ મંદિર ટ્રસ્ટીના હસ્તે પુરસ્કાર આપવામા આવ્યા હતાં.
પૂજ્ય સ્વામીજી તથા વિદ્વાન શ્રી રામપ્રિયજીના હસ્તે આશીર્વાદ સાથે વિજેતા ઋષિકુમારોને પ્રોત્સાહિત કરવામાં હતાં.

Achieved

Category

Tags