વિદેશની ધરતી પર ભારતનું ગૌરવ વધારતો રીબડા ગુરૂકુળનો વિદ્યાર્થી દક્ષ આંબલીયા
ગુજરાત આયનબોલના બાળકો આંતરરાષ્ટ્રીય સ્તરે સિલ્વર મેડલ થી સન્માનિત કરવામાં આવ્યા. આમન શહેર જોડન દેશ આસમત કિંગડમ ઓફ જોર્ડન આસમત વિશ્વવિદ્યાલય ખાતે અયનનબોલ દ્વિતીય ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપ નું આયોજન થયેલ જેમાં ભારતના ૧૦ વિદ્યાર્થીઓમાં બે વિદ્યાર્થીઓની પસંદગી ગુજરાત રાજ્ય ટીમમાંથી થયેલ જે બાળકો એસજીવીપીના દક્ષ આંબલીયા, તથા આશીર્વાદ ઈનસ્ટીટયુટના મહર્ષિ સીતાપરા એ ભારતના ટીમ મેનેજર વિપુલ ચાવડા સાથે જઈ સર્વોચ્ચ પ્રદર્શન કરેલ જેના ભાગરૂપે ગુજરાત આઇનબોલ એસોસિયેશન દ્વારા સન્માન કરવામાં આવેલ. એસોસિએશનના ડાયરેક્ટર બિરવા શાહ, ડો.મિતલ પટેલ, ડો. નિમેશ રાજપુત, ટ્રેનર ડાયરેક્ટર સચિન રાવલ અને કોચ દર્શન ગોસ્વામી દ્વારા, વિપુલ ચાવડા ગુજરાત ડાયરેક્ટર તેમજ ભારત ટીમ મેનેજરને તથા ટીમને ફેડરેશનના પ્રમુખ પ્રતાપસિંહ ચૌહાણ તથા સેક્રેટરી સૈયદ વસીમે પણ અભિનંદન પાઠવ્યા હતા.
આયર્ન બોલ ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ મેળવતા રિબડા ગુરુકુલ વિદ્યાલયમાં પ્રાર્થના સમયે બહુમાન કરવામાં આવેલ અને ગુરુકુલના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ દક્ષને આશીર્વાદ સાથે અભિનંદન આપ્યા હતા. કોચ તરીકે ભારતના ટીમ મેનેજર વિપુલ ચાવડા રહ્યા હતા