એસજીવીપી ગુરુકુલના સંતો દ્વારા
અમરેલી જિલ્લાના ગામોમાં સ્વચ્છતા અભિયાન
સદ્ગુરુવર્ય શાસ્ત્રી સરી માધવપ્રિયદાસજી સ્વામી સ્વામીની પ્રેરણાથી તથા પુરાણી બાલકૃષ્ણદાસજીના માર્ગદર્શન સાથે ગુરુકુલના સંતો પાર્ષદો ગુરુકુલ દ્વારા સ્વચ્છતા અભિયાન માટે દત્તક લેવાયેલ ૧૦૮ ગામો પૈકીના અમરેલી જિલ્લાના રંગપુર, બળેલ પીપળિયા, પીપળલગ, લાખાપાદર, દહીંડા, રાણસીકી, તોરી, ખડખડ, ભાયાવદર, આંબરડી, ભાડેર, બોરડી, મુંડિયા રાવણી, ડાંગાવદર વગેરે ગામોમાં જેતે શાળાના બાળકો, શિક્ષકો તથા ગ્રામજનોના સહકારથી સ્વચ્છતા અભિયાન અને વ્યસનમુકિત માટે વિચરણ કરી રહ્યા છે.
