Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Cleanliness Campaign – Urban, 2018

As per the Agnya of Bhagwan Shree Swaminarayan to keep surrounding clean and hygiene, Guruvarya Shastri Shree Madhavpriyadasji Swami motivated the Gurukul Parivar for the cleanliness campaign in both rural and urban area. In rural area 108 villages are adopted and saints regularly visit these villages to keep clean.
Since many years, in Ahmedabad city, saints & volunteers of Gurukul Parivar arrange for cleanliness drive in surrounding places of Gurukul.
On the occasion of forth coming Gandhi Jayanti, along with 50 saints, 1100 students & youths of Gurukul Parivar voluntarily carried out cleaning of Gurukul road and surrounding area under the direction of Purani Shre Balkrishnadasji.

ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના સંકલ્પ પ્રમાણે આપણા ઘર, ફળી, શેરી અને ગામ આભલા જેવા રુપાળા હોવા જોઇએ. એ સુત્ર અનુસાર ગાંધી જયંતીની પૂર્વ સંધ્યાએ રવિવારે સવારે ૮-૦૦ થી ૧૧-૦૦ વાગ્યા સુધીમાં ગુરુકુલ રોડ અને મેમનગર વિસ્તારમાં પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની આગેવાની નીચે, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર, અમદાવાદ દ્વારા સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો.
આ સ્વચ્છતા અભિયાનમાં અમદાવાદ ગુરુકુલના વિદ્યાર્થીઓ, એસજીવીપી હોસ્ટેલના વિદ્યાર્થીઓ, દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો તેમજ ગુરુકુલ પરિવારના સભ્યો મળી ૧૧૦૦ સ્વયંસેવકો ગુરુકુલના ૫૦ સંતો સાથે જોડાયા હતા.
જોતજોતામાંતો આખો વિસ્તાર આભલા જેવો ચોકખો કરી નાંખ્યો હતો. અને ૧૫ ટ્રેક્ટર જેટલો કચરો બહાર ઠલવ્યો હતો.
વિદેશ સત્સંગ યાત્રાએ વિચરણ કરી રહેલ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીએ ટેલિફોનથી સ્વચ્છતા અભિયનનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે ગંદકી એ ભારત દેશનું કલંક છે તે આપણે મીટાવવું છે. ખરેખર ભારત દેશ તો ભગવાનના અવતાર દેશ, ઋષિમુનિઓનો દેશ અને દેવોનો દેશ છે. દેવો જેવા પવિત્ર થઇ દેવની પૂજા કરીએ તો દેવો આપણની પૂજા સ્વીકારે છે. માટે આપણાં ધર, આંગણાની સાથે આપણાં શરીર અને મન સ્વચ્છ રાખવા  જોઇએ.
આ પ્રસંગે પુરાણી બાલકૃષ્ણ્દાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી સ્વામિનારાયણની આજ્ઞા મુજબ મંદિરો, બાગ બગીચા, જાહેર વિભાગ વગેરે સ્થળે મળ મુત્ર કે થુંકવું પણ નહી.
આ સ્વચ્છતા અભિયાનમાં મેમનગર વિસ્તાર ધારાસભ્ય શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, શ્રી દેવાંગભાઇ દાણી (મ્યુ.કમિશ્નર), શ્રી મનિષભાઇ ત્રિવેદી, શ્રી દેવેનભાઇ (આસી.કમિશ્નર) વગેરે સ્થાનિક મહાનુભાવો પણ જોડાયા હતા.

 

Achieved

Category

Tags