Photo Gallery
To mark the occasion of 150th birth anniversary of Mahatma Gandhiji under the leadership of Guruvarya Shastri Shree Madhavpriyadasji Swami, Shree Swaminarayan Gurukul Droneshwar had organised a cleanliness campaign in 50 surrounding villages.
Swamiji started this campaign from the village Gir Gadhda. On this occasion the chief of the village Shree Karsanbhai, chief officer Shree Kordia Sir, village’s business people, teachers and students were present and participated in the campaign with lot of enthusiasm.
The event was nicely organised and managed by Pujya Bhandari Shree Harikrishnadasji Swami, Pujya Narnarayandasji swami, saints from Gurukul Droneshwar and principal of the school Shree Maheshbhai Joshi.
Based on the instructions from Pujya Swamiji Premjibhai of Rabarika helped organising and distributing villages to various volunteers.
Gurukul’s teachers and girl & boy students along with them each village’s chief, public, students and teachers participated in the event.
Pujya swami inspired everyone by appreciating the work of our Prime Minister Shree Narendrabhai Modi and under his leadership how our country is changing and reviving. Pujya Swamiji said, we are not indulging in only cleanliness campaign but through which we are inspiring millions by coming together for the great cause without considering any religious, caste, social and creed biases. That is also one of the greatest principles Pujya Gandhiji propagated.
Pujya Swami’s inspirational speech helped fill in great energy in everyone’s enthusiasm for this exceptional service to the nation.
સ્વચ્છતા અભિયાન – ગ્રામ્ય વિસ્તાર
મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતીના ઉપક્રમે SGVPના અધ્યક્ષ સ્વામીશ્રી માધવપ્રિયદાસજીની ઉપસ્થિતિમાં દ્રોણેશ્વર ગુરુકુલ દ્વારા આશરે ૫૦ ગામોની અંદર સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું.
સ્વામીશ્રીએ ગીરગઢડા તાલુકા મથકથી આ અભિયાનનો આરંભ કરાવ્યો. આ પ્રસંગે ગામના સરપંચ શ્રી કરશનભાઈ, મામલતદારશ્રી કોરડિયા સાહેબ, અશ્વિનભાઈ આણદાણી, ગામના અગ્રગણ્ય વેપારીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આ આયોજનમાં ઉત્સાહ ભાગ લીધો હતો.
દ્રોણેશ્વર ગુરુકુલના સંચાલક ભંડારી સ્વામી શ્રી હરિકૃષ્ણદાસજી, નરનારાયણ સ્વામી તથા પ્રિન્સીપાલ શ્રી મહેશભાઈ જોષી વગેરેએ વ્યવસ્થિત આયોજન કર્યું હતું.
સ્વામીશ્રીની પ્રેરણાથી રબારીકાના પ્રેમજીભાઈ સેંજલીયા વગેરે આગેવાનોએ વિવિધ ગામડાંઓના વિસ્તાર વહેચી લીધા હતા.
ગુરુકુલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ તેમજ કન્યાઓની ટુકડીઓએ ગામડે ગામડે પહોંચી સ્વચ્છતા અભિયાન કર્યું. સાથે જે તે ગામના સરપંચશ્રીઓ, આગેવાનો, સ્કુલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ આ સ્વચ્છતા અભિયાનમાં જાડાયા.
સ્વામીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની નીચે આખો દેશ નવું કલેવર ધરી રહ્યો છે ત્યારે આપણે પણ આમાં સહભાગી થવું જાઈએ. આપણે માત્ર સ્વચ્છતા અભિયાન જ કરવાનું નથી, આપણે નાત-જાત, ધર્મના ભેદ ભૂલીને સામાજિક સમરસતા અને ધાર્મિક સમરસતા કેળવવાની છે.
સ્વામીશ્રીના પ્રેરક ઉદ્બોધને સર્વને ઉત્સાહથી ભરી દીધા હતા અને સમગ્ર વાતાવરણમાં સેવાનો માહોલ છવાઈ ગયો હતો.