અમદાવાદ – ગોકુળ મથુરા – અયોધ્યા – છપૈયા પદયાત્રા
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, મેમનગરના સુવર્ણજયંતિ મહોત્સવના ઉપક્રમે, પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના આશીર્વાદ સાથે પૂજ્ય માધવચરણદાસજી સ્વામી સાથે પૂજ્ય વિશ્વવલ્લભદાસજી સ્વામી, પૂજ્ય ઋષિકેશદાસજી સ્વામી તથા ૧૫ હરિભક્તો અમદાવાદ – ગોકુળ મથુરા – અયોધ્યા – છપૈયાની પદયાત્રામાં જોડાયા હતા.
તા. ૦૫ જાન્યુઆરી થી તા. ૦૬ ફેબ્રુઆરી, ૨૦૨૫ સુધી કુલ ૧૪૦૦ કી.મી. ની પદયાત્રા દરમ્યાન પદયાત્રીઓએ સતત ભજન સાથે ગોકુળ મથુરા, અયોધ્યા, વગેરે તીર્થસ્થાનોમાં દર્શન કર્યા હતા.
પદયાત્રીઓનું સ્વાગત કરવા માટે પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી સંત મંડળ સાથે છપૈયા પધાર્યા હતા.
તા. ૦૬ ફેબ્રુઆરી, ૨૦૨૫ સવારે છપૈયા પહોચેલ પદયાત્રામાં પૂજ્ય શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી અને સંતો હરિભક્તોએ પરસ્પર ભેટીને આનંદ વ્યક્ત કર્યો હતો.
મંદિરમાં શ્રી ઘનશ્યામ મહારાજના દર્શન કરી સ્વાગત સભામાં પદયાત્રી સંતો અને હરિભક્તોએ પદયાત્રાના સંસ્મરણો-અનુભવો વ્યક્ત કર્યા હતા. પૂજ્ય શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ સૌ પદયાત્રીઓને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે તા. ૦૭ ફેબ્રુઆરીના રોજ જન્મસ્થળ મંદિરમાં શ્રી ઘનશ્યામ મહારાજને અભિષેક કરી અન્નકૂટ ઘરાવવામાં આવ્યો હતો.
છપૈયા મંદિરના પરમ પૂજ્ય શ્રી દેવ સ્વામી વગેરે સંતોએ પણ સર્વે પદયાત્રીઓને શુભાશિર્વાદ સાથે અભિનંદન પાઠવ્યા હતા.
આ સમયે મહાકુંભ પર્વ હોવાથી પ્રયાગરાજમાં સંગમ સ્નાન, ઉપરાંત શ્રી કાશીવિશ્વનાથ મહાદેવ બનારસ, શ્રી મહાકાલેશ્વર મહાદેવ ઉજ્જૈન, શ્રી સંદીપની આશ્રમ, શ્રી ૐકારેશ્વર મહાદેવ ઈન્દોર, વગેરે જ્યોતિર્લીંગ તીર્થોમાં પણ દર્શન કર્યા હતા.