Photo Gallery
03 March, 2019 an ultra-modern Cath lab was inaugurated by Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami, in the holy presence of Purani Swami Shree Bhaktiprakashdasji Swami, Purani Shree Balkrishnadasji Swami, Shree Dr. Vikrant Pandey (Hon. Collector, Ahmedabad City), trustees, Shree Harshadbhai Patel (Botswana), Shree Ravibhai Trivedi, doctors, dignitaries and devotees.
At Shree Jogi Swami SGVP Holistic Hospital, ultra-Modern Cath Lab is one more step towards the all-round treatment of any kind of surgery of brain, heart, kidney, liver, vascular defects or pace maker implantation, RF ablation or EP study, more precisely and accurately.
શ્રી જોગી સ્વામી SGVP હોલિસ્ટીક હોસ્પિટલ ખાતે હૃદય તથા મગજને લગતી
તમામ સારવાર માટે અનિવાર્ય અલ્ટ્રા-મોડર્ન કેથ લેબનું ઉદ્ધાટન
એલોપથી, આયુ્ર્વેદ અને યોગના સમન્વયરુપ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ શ્રી જોગી સ્વામી SGVP હોલિસ્ટીક હોસ્પિટલ ખાતે હૃદયને લગતી તમામ સારવાર કરતી અલ્ટ્રા મોડર્ન કેથ લેબનો ભવ્ય સમારોહનું ઉદઘાટન પરમ પૂજ્ય સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી હસ્તે તેમજ પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ.
જેમાં અતિથિ તરીકે હર્ષદભાઇ બોત્સવાના, અતિથિ વિશેષ તરીકે ડો. વિક્રાન્ત પાંડે (કલેક્ટરશ્રી, અમદાવાદ), ગુરુકુલ ટ્રસ્ટી નવિનભાઇ દવે, શ્રી મધુભાઇ દોંગા, શ્રી રવિભાઇ ત્રિવેદી, શ્રી વિપુલભાઇ ગજેરા તથા મોટી સંખ્યામાં હરિભકતો, ડોક્ટરો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
વિડિયો પ્રેજંટેશન દ્વારા અલ્ટ્રા-મોડર્ન કેથ લેબનો ટુંકમાં પરિચય સાથે સમજાવવામાં આવ્યું હતું કે હૃદયને લગતી બિમારી, કેન્સર, લીવર ટ્રા્ન્સપ્લાટેશન, એંજિઓગ્રાફિ, શરીરને બેલેન્સ ગુમાવવું, ચાલવામાં તકલીફ, ચહેરો ત્રાંસો થવો, બ્રેઇન સ્ટ્રોક વગેરે તમામ સારવાર અલ્ટ્રા મોડર્ન કેથ લેબ દ્વારા વધુ સારી રીતે થઈ શકશે.
પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવેલ કે, આ ગુરુકુલ દ્વારા વિદ્યા સાથે અનેક પ્રવૃત્તિઓ ચાલે છે. અહીંથી છેવાડાના ગરીબ માણસોને મદદ કરાય છે. ખરેખર SGVP હોલિસ્ટીક હોસ્પિટલ તો એક આરોગ્ય મંદિર છે. અહીં યોગ, આયુર્વેદ અને એલોપથીનો અજોડ સંગમ છે તે ક્યાંય જોવા નહી મળે.
આ પ્રસંગે પૂજ્ય સ્વામીજીએ તમામ ડોક્ટરોને ફુલથી વધાવી તેમની સેવાને અભિનંદન આપ્યા હતા. અને જણાવ્યું હતું કે, ભગવાન શ્રી સ્વામિનારાયણના બે સિદ્ધાંતો ૧) પૃથ્વીને વિષે સદ્વિદ્યાની પ્રવૃત્તિ કરાવવી અને ૨) રોગીઓની સેવા કરવી એ સર્વજીવહિતાવહ સંદેશાને શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ મૂર્તિમંત કર્યા છે.
અહીં સૌથી પ્રાચીન અને સૌથી અર્વાચીન અદ્યતન સુવિધાઓ સાથેની યોગ, આયુર્વેદ અને એલોપેથીનો સુભગ સમન્વય થયો છે. અહીં દર્દીઓ સાજા તો થાય છે પણ સાથે તેને શાંતિ પણ મળે છે.
ધર્મસ્થાનોમાં મોટે ભાગે કોઇને કોઇ વ્યક્તિ મુખ્ય હોય છે જ્યારે અહીં ગુરુકુલ આશ્રમ એવો છે કે ત્યાં માણસ મુખ્ય નથી પણ મિશન મુખ્ય છે. માણસ મિશનને સમર્પિત છે.
જો આપણે નિઃસ્વાર્થ સેવા કરીશું તો પરમાત્મા જરુર સાથ દેવાના. પણ આપણાં હૃદયમાં વિકૃત ભાવના ન હોવી જોઇએ. અહીંની એકેક ઇંટ પ્રેમથી મંડાણી છે કોઇને પરાણે કહેવાયું નથી. ભગવાન નારાયણ કલ્પવૃક્ષ છે. આપણે શુભ સંકલ્પ કરીએ તો ભગવાન અવશ્ય પુરા કરે છે.
ભગવાને આપણને શરીર, હૃદય અને મગજની અણમોલ ભેટ આપી છે. ભગવાને આપેલી ભેટને જેમતેમ વેડફી ન નખાય. આપણી બુદ્ધિ શુભ વિચારોથી ભરેલી હોવી જોઇએ. હૃદય પ્રેમ, કરુણા, દયા, ઉદારતા વગેરે સદ્ગુણોથી ભરેલા હોવા જોઇએ અને હાથ સારા કામ કરતા રહેવા જોઇએ. એસજીવીપી સ્કુલના ડાઇરેક્ટર શ્રી જયદેવભાઇ સોનાગરાએ પૂજ્ય સ્વામીજીના હસ્તે ગુરુકુલ દ્રારા જે સેવાકાર્ય થઇ રહેલ છે તેનો પરિચય કરાવ્યો હતો.
આ પ્રસંગે અમદાવાદ કલેક્ટરશ્રી ડો. વિક્રાન્ત પાંડેએ જણાવ્યું હતું કે આ સંસ્થામાં પગ મૂકતા કોઇ દૈવી સંચાર થાય છે .જેમ કેથલેબ એ હૃદયની સારવાર કરે છે તેમ અહીં ગુરુકુલમાં હૃદય પરિવર્તન થાય છે. ખરેખર અહીં હેલ્થ, એજ્યુકેશન અને ધર્મનો સમન્વય થયો છે.
આ પ્રસંગે કાર્ડિયોલોજીસ્ટ ટિમ ડો.અનુપ ગુપ્તા, ડો.જોયલ શાહ, ડો.ક્રિશ્નકિશોર ગોયલ, ડો.સાગર બેટાઇ, ડો.જયુન શાહ, ડો.હિતેશ ચાવડા, ડો.સંજય પટોળિયા, ડો.રજની પટેલ, ડો.ચૈતન્ય શ્રોફ, ડો.ચિરાગ જોષી, ડો.કાર્તિક શુક્લા, ડો.દર્શન ઠાકર, ડો.હેમલ નાયક, ડો.મંથન કણસારા, ડો.હર્ષવર્ધનભાઇ, ડો.વિપુલ બારસીયા, ડો.રાજેશ લાખાણી, ડો.ધીરજ મરોઠી, ડો.હિરેન કસવાળા, ડો. વસંત વાળુ, ડો. હેતલ પટોળિયા, ડો.સુરેશ ભાગીયા, ડો.પાયલ સહિજવાણી, ડો.જે.ડી પટેલ તેમજ વૈદ્યરાજોમાં વૈદ્યરાજ તપનભાઇ, વૈદ્યરાજ પ્રવિણભાઇ હિરપરા, વૈદ્યરાજ વિનય વોરા, વૈદ્યરાજ ભાવેશ જોષી, વૈદ્યરાજ ભવદીપ ગણાત્રા, વૈદ્યરાજ સ્વપ્નિલ મોદી, વૈદ્ય હિતિષા વોરા, હેતલ દેશાઇ(યોગા) વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Click Here For Picture Gallery