Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Books released – Mumbai

Books released function –  Image Publication, Mumbai
Image Publication, Mumbai published two new books – ‘Hu Ishwar ma Manu Chhu, Karan ke…, a book with collection of articles by renowned authors and ‘Dev Bhoomi Tibet’, written by Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami, on 18 June 2017 at Mumbai in the presence of dignitaries and intellectual personalities. Books were published with the holy hands of HH Pujya Morari Bapu, a famous orator of Ramayan.

આદરણીય શ્રી સુરેશભાઇ દલાલ દ્વારા પ્રસ્થાપિત ઇમેજ પબ્લિકેશન દ્વારા તારીખ ૧૮ જૂન- રવિવારના રોજ મુંબઇ ખાતે ભાઇદાસ સભાગૃહમાં ભવ્ય ગ્રંથ વિમોચન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિશ્વવંદનીય સંત શ્રી મોરારિ બાપુ તથા સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ ‘હું ઇશ્વરમાં માનું છું, કારણ કે…’ તથા ‘દેવભૂમિ તિબેટ’ આ બે ગ્રંથોનું વિમોચન કર્યું હતું.
‘હું ઇશ્વરમાં માનું છું, કારણ કે…’ આ ગ્રંથનું સંપાદન શ્રી ઉત્પલભાઇ ભાયાણી, શ્રી હિતેન આનંદપરા તથા આપૂર્વ આશર દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના વિવિધ ક્ષેત્રની મહાન વ્યક્તિઓએ પોતાના વિચારો રજૂ કર્યા છે.
‘દેવભૂમિ તિબેટ’ ગ્રંથ એક આધ્યાત્મિક પ્રવાસ કથા છે. જેના લેખક સ્વામી માધવપ્રિયદાસજી છે. આ ગ્રંથમાં આધ્યાત્મિક, રાજકીય તેમજ સાંસ્કૃતિક રીતે દેવભૂમિ તિબેટનું રોચક વર્ણન કરેલું છે. ‘દેવભૂમિ તિબેટ’ સાથે ભારતનો લાખો વર્ષ જૂનો નાતો રહ્યો છે. દેવભૂમિ તિબેટ ખરેખર દેવતાઓની રમણભૂમિ છે. હાલમાં અહીં બૌધ ધર્મનો જબરો પ્રભાવ જોવા મળે છે. આ ગ્રંથમાં લેખકે આ બધા વિષયો ઉપર સારો પ્રકાશ પાડ્યો છે.
આ પ્રસંગે સુપ્રસિદ્ધ સિને કલાકાર શ્રી મનોજ જોષીએ ગદ્‌ગદ્‌ કંઠે પોતાના જાતઅનુભવો વર્ણવ્યા હતા અને પોતે કઇ રીતે ઇશ્વરમાં માનતા થયા તેનું અશ્રુભીની આંખે વર્ણન કર્યું હતું.
સ્વામી માધવપ્રિયદાસજીએ જણાવ્યું હતું કે, “નાસ્તિકતાના ગર્ભમાં પાકેલી આસ્તિકતા આંબે પાકેલી કેરી જેવી મધુર હોય છે. ઇશ્વરને માનવા કરતાય માણવાની જરૂર છે. ઇશ્વરને કોઇ તર્કથી સિદ્ધ કરી શકાય કે પામી શકાય એમ નથી. શ્રદ્ધા, પ્રેમ અને સદ્‌ગુરુની કૃપાથી જ ઇશ્વરને પામી શકાય છે.”
પૂજ્ય મોરારિબાપુએ પોતાની આગવી શૈલીમાં જણાવ્યું હતું કે, “ઇશ્વરને માનવા – ન માનવાથી એમને કોઇ ફરક પડતો નથી, પરંતુ આપણે ઇશ્વરને જાણવો જોઇએ. વામન ભગવાને ત્રણ પગલા ભર્યા હતા, એમ આપણે ઇમેજ દ્વારા ત્રણ પગલા ભરવાના છે. એમાંથી પહેલું પગલું ‘હું ઇશ્વરમાં માનું છું, કારણ કે…’ ગ્રંથ છે, જે પૂર્ણ થયું. બીજું પગલું છે ‘હું ઇશ્વરને જાણું છું’ અને ત્રીજું પગલું છે ‘હું ઇશ્વરને પામું છું.’ માનવા કરતાં જાણવાનું મહત્વ વધારે છે, જાણવા કરતાં પામવાનું મહત્વ વધારે છે.”
આ ઉપરાંત ઇમેજ પબ્લિકેશનના ટ્રષ્ટી શ્રી નવીનભાઇ દવે, શ્રી ઉત્પલભાઇ ભાયાણી, શ્રી અપૂર્વ આશર વગેરેએ પણ આ પ્રસંગે પ્રાસંગીક ઉદ્‌બોધન કર્યા હતા.
આ સાથે સુપ્રસિદ્ધ ગાયક કલાકાર પાર્થીવ ગોહેલ, માનસી ગોહેલ તથા સાંજીદાઓએ સુમધૂર સંગીત પીરસ્યું હતું.
આજ રોજ ભારત-પાકિસ્તાનની રસપ્રદ ક્રિકેટ મેચ હોવા છતાં આખો હૉલ ખીચોખીચ ભરાઇ ગયો હતો. પ્રતાપભાઇ પટેલની ઉપસ્થિતિ પ્રસંગને દીપાવતી હતી. સભાસંચાલન મુકેશ જોષીએ કર્યું હતું.
 

 

 

Achieved

Category

Tags