બાલ સત્સંગ શિબિર, SGVP – ૨૦૨૪
ઉનાળાના વેકેશનમાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાન મળે, સત્સંગના સંસ્કાર સાથે તેમની આંતરિક શક્તિનો વિકાસ થાય તેવા હેતુથી પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસ સ્વામીની પ્રેરણાથી SGVP ખાતે તા.૦૫ -૧૦ મે, ૨૦૨૪ દરમ્યાન બાલ સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
બાળકો અને બલિકાઓના બે વિભાગમાં આયોજિત આ શિબિરમાં ૬૦૦ જેટલા બાળકોએ લાભ લીધો હતો.
સંતો દ્વારા બાળકોને અને સાંખ્યયોગી બહેનો દ્વારા બાલિકાઓને પૂજા, વંદન, યોગ, પ્રાણાયામ, શાસ્ત્રવાંચન, માતા-પિતાની સેવા, વડીલોને આદર વગેરે સત્સંગની સંસ્કારલક્ષી કેળવણી આપવામાં આવી હતી.
સાથે સાથે સ્વિમિંગ, હોર્સ રાઇડિંગ, ક્રિકેટ, ફૂટબોલ, પ્રશ્નોત્તરી, પઝલ, વગેરે રમતો દ્વારા આનંદ સાથે શારીરિક, બૌદ્ધિક વિકાસની સાથે વિવિધ ઉત્સવોની ઉજવણી કરી ભારતીય સંસ્કૃતિના ઉત્સવોની પરંપરાઓને જાણવા અને માણવાના આ અવસરને બાળકોએ મનભરીને માણ્યો હતો.
આ શિબિરમાં પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા સંતોએ બાળકોને હળવી શૈલીમાં વાર્તાઓ દ્વારા બોધ આપ્યો હતો અને વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બાળકોને ઈનામ અર્પણ કર્યા હતા.
SGVP – રીબડા, રાજકોટ ખાતે પણ તા. 12-13-14, મે, ૨૦૨૪ દરમ્યાન બાલ સત્સંગ શિબિરમાં રાજકોટ રીબડા, રિબ, ગુંદાસરા, વગરે ગામોમાંથી ૨૧૫થી વધુ બાલ-બાલિકાઓ સંસ્કાર સભર બાલ શિબિરનો લાભ લીધો હતો.