March 2023

 • Satsang Gyansatra - Dallas - 2023

  સત્સંગ જ્ઞાનસત્ર, ડલાસ

  પૂજ્ય ગુરુવર્ય સ્વામી શ્રીમાધવપ્રિયદાસજીની ઉપસ્થિતિમાં અમેરીકા, ટેક્ષાસ ખાતે આવેલ ડલાસ સીટીમાં માર્ચ ૨૫ થી ૩૦, ૨૦૨૩ દરમ્યાન કથાનું આયોજન થયું.

 • Free Wellness Center: SGVP Gurukul Ribda - 2023

  SGVP ગુરુકુલ રીબડા (રાજકોટ) આયોજીત નિઃશુલ્ક આરોગ્ય કેન્દ્ર

  પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા તથા પરમ પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન મુજબ SGVP ગુરુકુલ રીબડા (રાજકોટ) ખાતે શાસ્ત્રી શ્રી ધર્મવત્સલદાસજી સ્વામીના હસ્તે તા ૧૨ માર્ચ ૨૦૨૩ ના રોજ નિઃશુલ્ક આરોગ્ય કેન્દ્રનો (Free Wellness Center) મંગલ શુભારંભ થયો.

 • Pushpadolotsav Gurukul Ahmedabad - 2023

  અમેરિકાની ધરતી ઉપર સત્સંગ વિચરણ કરતા પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે અને પુરાણી શ્રી હરિસ્વરુપદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર અમદાવાદ ખાતે તા. ૦૮ માર્ચ, ૨૦૨૩ના રોજ, શ્રી નરનારાયણ દેવનો જન્મોત્સવ, ફુલદોલોત્સવના રૂપમાં ભક્તિ અને આનંદસભર વાતાવરણમાં ઉજવાયો હતો. શ્રી નરનારાયણ દેવ પોતાના ભકતોની ભક્તિમાં કોઇ વિઘ્ન ન થાય તે માટે પોતે બદરિકાશ્રમમાં તપ કરે છે.