January 2023

  • ગ્રંથ વિમર્શ ગોષ્ઠી - 2023

    ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને એસજીવીપી ગુરુકુલના સંયુકત ઉપક્રમે, મુંબઇ જન્મભૂમિ દૈનિકપત્રના તંત્રી શ્રી કુંદનભાઇ વ્યાસના પુસ્તકો (દિલ્હી દરબાર - નહેરુથી માંડીને નરેન્દ્ર મોદી સુધી (ભાગ ૧ અને ૨) તથા એક પત્રકારની વ્યવસાય યાત્રા) નામક ત્રણેય પુસ્તકો વિષે ગ્રંથ વિમર્શ ગોષ્ઠીનું આયોજન ૩૦ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ એસજીવીપી ગુરુકુલ ખાતે કરવામાં આવ્યું હતું.

  • Annakut Prasad Distribution,SGVP - 2023

    ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પૂજ્ય પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં એસજીવીપી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે વસંતપંચમી મહોત્સવ પ્રસંગે શિક્ષાપત્રી જયંતી અને રામ શ્યામ અને ઘનશ્યામ મહારાજનો ૧૮મો પાટોત્સવ ઉજવાયો હતો.

    પાટોત્સવ પ્રસંગે શ્રીરામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજને અભિષેક બાદ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

  • Republic Day Celebration - 2023

    ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પૂજ્ય પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં એસજીવીપી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં પ્રજાસત્તાક પર્વ શાનદાર રીતે ઉજવવામાં હતું.

  • શ્રી રામ શ્યામ ઘનશ્યામ મહારાજ પાટોત્સવ - 2023

    ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પૂજ્ય પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં એસજીવીપી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે વસંતપંચમી મહોત્સવ પ્રસંગે ચતુર્વિધ કાર્યક્રમ - શિક્ષાપત્રી જયંતી, રામ શ્યામ અને ઘનશ્યામ મહારાજનો ૧૮મો પાટોત્સવ, પ્રજાસત્તાક પર્વ અને શાકોત્સવ ઉજવાયો હતો. ગુરુકુલ પરંપરાનો સ્થાપના દિવસ અને સદ્ગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી અને સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીના જન્મજયંતીના શુભ સંયોગથી વસંતપંચમી મહોત્સવ ગુરુકુલ પરિવાર માટે સવિશેષ મહત્ત્વનો બની રહે છે.

  • NABH accreditation to SGVP Holistic Hospital

    શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ SGVP અમદાવાદ દ્વારા સંચાલિત SGVP હોલિસ્ટિક હૉસ્પિટલમાં એલોપથી, આયુર્વેદ અને યોગનો સુભગ સંયોગ રચાયો છે. હોસ્પિટલમાં જે દર્દીઓ આવે છે એમની ઉત્તમ સારવાર થાય એ માટે ત્રણેય વિભાગના નિષ્ણાંતો દ્વારા યોગ્ય તપાસ થયા પછી સારવાર કરવામાં આવે છે.

  • Darshanam Runners up in State Sanskrit Competition - 2023

    ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત અને શાંડિલ્ય વેદ સંસ્કૃત પાઠશાળા બદ્રિનાથ મંદિર, સુરતના યજમાન પદે આયોજીત, રાજ્યસ્તરીય શાસ્ત્રીય સંસ્કૃત સ્પર્ધામાં સમગ્ર ગુજરાતની ૪૬ પાઠશાળાઓમાંથી ૬૦૦ ઉપરાંત સ્પર્ધકોએ ભાગ લીધો. તેમાં એસજીવીપી દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ૩૦ ઋષિકુમાર સ્પર્ઘકોએ ભાગ લીધો હતો.