પાટોત્સવ, અન્નકુટ વિતરણ – ૨૦૨૨ ગુરુકુલ અમદાવાદ
Posted by news on Sunday, 27 November 2022શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે શ્રી ઘનશ્યામ મહારાજનો ૨૭મો પાટોત્સવ આનંદસભર ઉજવાયો હતો.
પ્રસાદીભૂત અડાલજ વાવનું જળ, ગંગાજળ તેમજ વિવિધ તીર્થોના જળ, ઔષધિઓના રસ, ફળોના રસ, પંચામૃત, પંચગવ્ય, કેસર જળ વગેરેથી ઠાકોરજીને વૈદિક મંત્રોના ગાન સાથે અભિષેક કરવામાં આવેલ.