July 2022

 • ગુરુવંદના પર્વ દ્રોણેશ્વર ગુરુકુલ - 2022

  ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં તા. ૧૯ જૂલાઈ ૨૦૨૨ના રોજ ગુરુકુલ દ્રોણેશ્વરમાં ગુરુવંદના પર્વ નિમિત્તે ધર્મસભાનું આયોજન કરવામા આવ્યું હતું. જેમા ફાટસર, ઇંટવાયા જરગલી, ઉના, ગીરગઢડા, દ્રોણ, નવા-જુના ઉગલા, જામવાળા, ધ્રાફા, મોલી વગેરે ગામોના હરિભકતો ઉપસ્થિત રહયા હતા.

 • ગુરુપૂર્ણિમા મહોત્સવ ગુરુકુલ રીબડા(રાજકોટ) - 2022

  ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રીબડા (રાજકોટ) ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો હતો.

 • વ્યાસ પૂજન SGVP - ૨૦૨૨

  ગુરુપૂર્ણિમા એટલે વ્યાસ પૂજનનો દિવસ. ગુરુ પૂર્ણિમા એટલે ભારતવર્ષની સંત પરંપરાને વંદન કરવાનું મહાન પર્વ. ભારત દેશમાં અનેક પર્વો ઉજવાય છે. તેમાં ગુરુપૂર્ણિમાનું પર્વ ભારતીય સંસ્કૃતિનું શિરમોડ પર્વ છે. વેદવ્યાસ ભગવાને શ્રીમદ્ ભાગવત આદિ ૧૮ પુરાણો, મહાભારત આદિ ગ્રન્થોની રચના અને વેદોના ચાર ભાગ કરી, વ્યાસ સૂત્રોની રચના કરી ભારતીય સંસ્કૃતિને કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગથી સમૃદ્ધ કરી છે. અને વિશ્વના ગુરુ સ્થાને મૂકી છે. એવા વેદવ્યાસ ભગવાનના ઋણને ભારતીય પ્રજા ક્યારેય ભૂલી શકે તેમ નથી.

 • ગુરુ પૂર્ણિમા SGVP ૨૦૨૨

  સદ્ગુરુવર્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ અર્વાચીન સમયમાં ગુરુકુલની સ્થાપના દ્વારા સમાજલક્ષી, મૂલ્યનિષ્ઠ અને યુગો સુધી સફળ રહેલી પ્રાચીન શિક્ષણ પદ્ધતિની પરંપરા શરૂ કરી, સાથે સાથે કેવળ કરુણાના ભાવ સાથે અનેકવિધ સામાજિક સેવાપ્રવૃત્તિઓના પ્રવર્તક બની ભગવાન શ્રી સ્વામિનારાયણના સદવિદ્યા પ્રવર્તન અને સર્વજીવહિતાવહ સંદેશાઓને વિશ્વવ્યાપી બનાવ્યા.

 • Hindu Lifestyle Seminar, London - 2022

  ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજીની ઉપસ્થિતીમાં લંડન ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પરિવાર - યુ.કે. દ્વારા ‘હિંદુ લાઈફ સ્ટાઈલ સેમિનાર’નું આયોજન દર વર્ષે કરવામાં આવે છે.

 • શ્રીહરિયાગ અને ગુણાનુવાદ સભા – ગુરુકુલ રીબડા - 2022

  શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે સદ્ગુરુવર્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની સદ્વિદ્યા પ્રવર્તન અને સર્વજીવહિતાવહ પરોપકારી સેવા પ્રવૃત્તિઓમાં પૂજયપાદ બ્રહ્મનિષ્ઠ જોગી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય પુરાણી સ્વામી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય મુગટ સ્વામી શ્રી નિરાન્નમુક્તદાસજી સ્વામી, પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી જેવા અનેક સંતોએ જીવનભર સાથે આપી સત્સંગનું પોષણ કર્યું. ગુરુકુલ પરિવાર, સત્સંગ અને સમાજ તેમના આ ઋણને ક્યારેય ભૂલી ન શકે.

 • Ratha Yatra - 2022

  રથયાત્રાના પવિત્ર દિવસે સાંપ્રત ગુરુકુલ પરંપરાના સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીનો જન્મદિવસ હોવાથી આ પર્વ ગુરુકુલ પરિવાર માટે સવિશેષ મહત્ત્વ ધરાવે છે. ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પરમ પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે છેલ્લા ૧૫ વરસથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવાદ તરફથી અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. એજ રીતે આ વરસે પણ તા. ૦૧ જુલાઇ ૨૦૨૨, અષાઢી બીજના રોજ ગુરુકુલ અમદાવાદ દ્વારા અનેક સહયોગી સંસ્થાઓ સાથે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.