Pulmonology Seminar - 2021
Posted by news on Sunday, 19 December 2021SGVP હોલિસ્ટીક હોસ્પિટલમાં યોજાયો પલ્મોનોલોજી સેમિનાર
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP) દ્વારા માનવસેવાનાં અનેક સેવાકાર્ય થઇ રહ્યાં છે. દર્દીનારાયણની સેવા થાય તે માટે SGVP કેમ્પસમાં શ્રી જોગી સ્વામી SGVP હોલિસ્ટીક હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં એલોપથી, આયુર્વેદ અને યોગના સમન્વયથી દર્દીઓની સારવાર થઇ રહી છે. SGVP હોલિસ્ટીક હોસ્પિટલમાં અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ દ્વારા દર્દીઓ ખૂબ સારી રીતે સારવાર મેળવે છે.