April 2021
-
-
Shri Hanuman Jayanti - 2021
Posted by news on Tuesday, 27 April 2021ચૈત્ર સુદ પુનમ તા. ૨૭ એપ્રિલ ૨૦૨૧, હનુમાનજી મહારાજના જન્મદિન પર્વે SGVP ગુરુકુલ પરિસરમાં આવેલ હનુમાન ગઢી ખાતે ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને અન્ય સંતોની ઉપસ્થિતિમાં હનુમાનજી મહારાજનું ષોડશોપચાર સાથે પૂજન કરી મારુતિ યજ્ઞ કર્યો હતો.
આ મારુતિ યજ્ઞમાં ઘી, તલ, સરસવ, આંકડો, પાયસ, વગેરે પંચદ્રવ્યોથી હનુમદ્ મંત્ર તથા હનુમાન માલા મંત્રથી અગ્નિનારાયણને ૧૦૮ આહુતિ આપવામાં આવી હતી. પૂજ્ય સ્વામીજીએ યજ્ઞાન્તે પૂર્ણાહૂતિની આરતિ ઉતારી હતી.
-
Covid Isolation Center – Surat, Kamrej - 2021
Posted by news on Monday, 26 April 2021કોરોના મહારામારી સમગ્ર દેશ અને દુનિયાને દઝાડી રહી છે. ચારેબાજુ હાહાકાર મચ્યો છે. ત્યારે સેવાભાવી સંસ્થાઓ અને લોકોએ સેવાના અનેક કેન્દ્રો ખોલી લોકોની વહારે પણ આવ્યા છે.
ખાસ કરીને ગુજરાતમાં સુરત જેવા શહેરમાં કોરોના રોગચાળો ખૂબ વકર્યો છે. ત્યારે દર્દીઓને મદદરૂપ થવાના હેતુથી ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રયિદાસજી સ્વામીની પ્રેરણાથી SGVP ગુરુકુલ પરિવાર દ્વારા આ આઈસોલેશનનો પ્રારંભ કરાયો છે.
-
Ayurved Kit Distribution - 2021
Posted by news on Thursday, 22 April 2021હાલ સમસ્ત વિશ્વ, ભારત અને ગુજરાતમાં કોરોના મહામારીએ માજા મૂકી છે. અનેક લોકો આ બીમારીને કારણે હાલાકી ભોગવી રહ્યા છે. ગામડાઓની સ્થિતિ પણ ખૂબ નાજુક છે.
ગામડામાં ન તો દવા કે દવાખાનાની યોગ્ય વ્યવસ્થા છે કે ન યોગ્ય માર્ગદર્શન મળે છે. જેને લીધે અનેક લોકોએ પોતાના જીવ ખોયા છે.
આભ ફાંટે ત્યારે થીંગડા કેમ મારવા ! પરંતુ નાસિપાસ થઈ જવાથી કોઈ રસ્તા મળે એમ નથી. ત્યારે આપણાથી બનતી લડાઈ લડતા રહેવું એ જ આ મહામારીને હરાવવાનો ઉપાય છે.
-
Shree Ram - Shree Hari Janmotsav - 2021
Posted by news on Wednesday, 21 April 2021ચૈત્ર માસમાં સુદી નવમીનો દિવસ ભગવાન શ્રી રામચંદ્ર અને ભગવાન શ્રી સ્વામિનારાયણનો પ્રાગટ્ય દિવસ છે. ભરતવર્ષમાં અને ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયમાં બંને અવતારોનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાય છે.
એસજીવીપી ગુરુકુલ પરિવારના દરેક શાખા ગુરુકુલોમાં પણ સ્થાનિક સંતો-ભક્તો દ્વારા બપોરે (મધ્યાહને) ૧૨:૦૦ કલાકે ભગવાન શ્રી રામચંદ્ર અને રાત્રે ૧૦:૧૦ કલાકે ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રાગટયને ભક્તિભાવથી ઉજવવામાં આવ્યા હતા. કોરોના મહામારીને કારણે સરકારી નિયમ પ્રમાણે માત્ર સ્થાનિક સંતો અને ભકતોની ઉપસ્થિતિમાં ઓન લાઇન ઉત્સવનું આયોજન થયું હતું.
-
Shraddhasuman - 2021
Posted by news on Sunday, 11 April 2021 -
Tribute to the Martyrs at Chhattisgarh - 2021
Posted by news on Sunday, 4 April 2021છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર અને સુકમા જિલ્લાના સરહદી વિસ્તારમાં ૦૩ એપ્રિલ ૨૦૨૧ શનિવારે સુરક્ષા દળો અને નકસલવાદીઓ વચ્ચેની અથડામણમાં ૨૨ જેટલા જવાનો શહીદ થયા અને ૩૧ જેટલા જવાનો જખ્મી થવાની દુ:ખદ ઘટના ઘટી, ત્યારે રાષ્ટ્રીય શોકની આ દુ:ખદ ઘડીએ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના આદેશથી આ શહીદ અને ઘાયલ થયેલ જવાનોના પરિવાર જનોને સાંત્વના અને ધીરજ મળી રહે તે માટે પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષણદાસજી સ્વામીના સાનિધ્યમાં સંતો દ્વારા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવાદ ખાતે પાવનકારી એક કલાક અખંડ ધૂન નું આયોજન કરવામાં આવ્યું હતું.
Latest News
8-May-2022 | શ્રીમદ્ સત્સંગિજીવન કથા, ગઢપુર - 2022 |
1-May-2022 | Footwear Distribution – 2022 |
27-Apr-2022 | ધર્મજીવન સત્ર - ગુણાનુવાદ સભા, રીબડા ગુરુકુલ - 2022 |
24-Apr-2022 | પૂજ્ય પુરાણી સ્વામી ભક્તિપ્રકાશદાસજી સ્વામી : શ્રદ્ધાંજલિ સભા |
12-Apr-2022 | પરમ પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીનો અક્ષરવાસ |
4-Apr-2022 | રાષ્ટ્રીય સ્તરે વિજેતા ઋષિકુમારોનું બહુમાન – ૨૦૨૨ |
28-Mar-2022 | શ્રદ્ધાંજલિ : પૂજ્ય મહામંડલેશ્વર શ્રીહરિચરણદાસજી મહારાજ |
27-Mar-2022 | ધર્મજીવન સત્ર - 2022 |
20-Mar-2022 | ભાવ વંદના પર્વ – ૨૦૨૨ |
10-Mar-2022 | પૂ. સ્વામી દ્વારા પદ્મવિભૂષણ ત્રિપાઠીજીનું બહુમાન - 2022 |