January 2021

 • Chikki Annakut - Droneshwar (2021)

  મકર સંક્રાંતિ, ૧૪ જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ એસજીવીપી ગુરુકુલ દ્રોણેશ્વર ખાતે ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીજીની પ્રેરણાથી, શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને ચીકકીનો અન્નકૂટ ધરાવાયો હતો.

 • Shree Ram Mandir Seva

  મકરસંક્રાન્તિના મંગળ પર્વે તા. ૧૪ જાન્યુઆરી, ૨૦૨૧ ના રોજ, SGVP ગુરુકુલ દ્વારા ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના વરદ હસ્તે અયોધ્યા રામલાલાના નૂતન રામમંદિર નિર્માણ માટે ૫૧,૦૦,૦૦૦/- (એકાવન લાખ રુપિયા) અર્પણ કરવામાં આવ્યા હતા.

 • Sugarcane Festival (Sheradi Falkut) - 2021

  સામાન્ય રીતે નૂતન વર્ષે દરેક મંદિરોમાં ઠાકોરજીને અન્નકૂટ ધરાવવામાં આવે છે અને તેનો પ્રસાદ હરિભકત વગેરેને વહેચવામાં આવે છે.

  મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં દરવરસે સીઝન પ્રમાણે ફલકુટોત્સવ, આમ્રકૂટોત્સવ, અન્નકૂટોત્સવ, વગેરે થાય છે ને તેનો પ્રસાદ ગરીબોને વહેંચવામાં આવે છે.

 • Devotional program of mansion music - 2021

  ૨૦૨૧ નૂતન વર્ષની પ્રથમ દિવસની સંધ્યાએ SGVP ખાતે, ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના સાનિધ્યમાં હવેલી સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મેવાસી ઘરાનાના ગાયક અને સંગીતકાર શ્રી કૃષ્ણકાંત પરીખના શિષ્ય શ્રી હર્ષભાઇ પટેલના મુખે વિવિધ શાસ્ત્રીય રાગોમાં - આંખન આગે હું શ્યામ, આજ તો આનંદ બધાઇ, બરજો જશોદાજી કાન્હા, ગોકુલમેં બાજત કહાં બધાઇ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, લાલ ગોપાલ ગુલાલ હમારી, ગોવિંદ દામોદર સ્તોત્ર વગેરે હવેલી સંગીતની ભક્તિસભર રચનાઓ ગવાઇ ત્યારે સૌ શ્રોતા ભાવ વિભોર બન્યા હતા અને સૌએ તાલીઓના ગડગડાટ સાથે હર્ષભાઇને વધાવ્યા હતા.