August 2020

 • 9th Punyatithi of Pujya Shree Jogi Swami - 2020

  શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પરંપરાના સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની સાથે રહી જેમણે ગુરુકુલ તેમજ સંપ્રદાયની મહાન સેવા કરી છે એવા ૧૦૭ વર્ષીય અખંડ ભગવત પરાયણ પૂજ્ય જોગી સ્વામીની નવમી પુણ્યતિથિ તા. ૧૮ ઑગસ્ટ ૨૦૨૦ના રોજ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા સંતોની ઉપસ્થિતિમાં SGVP ગુરુકુલમાં ઉજવવામાં આવી હતી.

 • Independence Day Celebration-2020

  કોરોના મહામારી અને લોકડાઉનને કારણે SGVP ગુરુકુલમાં ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં માસ્ક, સેનેટાઇઝર અને સોશ્યલ ડિસ્ટન્સ સાથે માત્ર સંસ્થામાં રહેતા સંતોની હાજરીમાં ૭૪ મું ૧૫ ઓગષ્ટનું આઝાદી પર્વ સાદાઇથી ઉજવાયું

 • Janmashthami-2020

  શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવાદ ખાતે ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી, પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી અને પુરાણી શ્રી હરિસ્વરુપદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં ૧૨ ઑગસ્ટ ૨૦૨૦ના રોજ જન્માષ્ટમી મહોત્સવ ઉજવાયો હતો. આ વરસે કોરોના મહામારી અને લોકડાઉનને કારણે માત્ર ગુરુકુલ પરિસરમાં રહેતા સંતોની ઉપસ્થિતિમાં જન્માષ્ટમી મહોત્સવ ઉજવાયો હતો. ભકતજનોએ મહોત્સવના ઓન લાઇન દર્શન કર્યા હતા.
  તમામ શાખા ગુરુકુલોમાં પણ જન્માષ્ટમીની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી.

 • Shree Ram Mandir Bhoomi Poojan

  અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરના ઐતિહાસિક ભૂમિપૂજનના દિવ્ય પ્રસંગે, શ્રી રામ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા ભરતભરમાંથી હિન્દુ ધર્મના વિવિધ સંપ્રદાયોના ફક્ત ૧૩૫ જેટલા સંતોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. SGVP ગુરુકુલના અધ્યક્ષ ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીને આ દિવ્ય અને ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનવાનું ભાવભર્યું નિમંત્રણ મળતા સમગ્ર ગુરુકુલ પરિવારમાં હર્ષ અને ગૌરવની લાગણી પ્રસરી ગઈ હતી.