અનુસંધાન કાર્યશાળા
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ SGVP દ્વારા કાર્યરત દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય અંતર્ગત વેદ, સંસ્કૃત શાસ્ત્રોનું અધ્યયન તથા ભારતીય સંસ્કૃતિના પોષણ માટે કાર્યો થઇ રહેલ છે. આ સંસ્થામાં દર્શનમ્ શોધકેન્દ્ર પણ કાર્યરત છે. આ શોધકેન્દ્ર દ્વારા વેદ તથા પરંપરાગત શાસ્ત્રોને કેન્દ્રમાં રાખીને આજના સમયને અનુરુપ સંશોધન કાર્ય થઇ રહેલ છે. સાથે સાથે શોધકર્તાઓ પી.એચ.ડી પણ કરી રહ્યા છે.
દર્શનમ્ શોધકેન્દ્ર દ્વારા શૈક્ષણિક વર્ષ દરમ્યાન અનેકવિધ સેમિનારો-કાર્યશાળાઓ(વર્કશોપ)ના આયોજનો થતા રહે છે. ત્યારે પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને ઉપસ્થિતિમાં તા. ૧૪ માર્ચ, ૨૦૨૪ ના રોજ એક અનોખી અનુસંધાન કાર્યશાળા આયોજન થયું હતું.
શોધકર્તા વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન મળી રહે તેવા હેતુથી આ અનુસંધાન કાર્યશાળા યોજાઇ હતી. જેમા ગુજરાત રાજ્યના મૂર્ધન્ય વિદ્વાન વકતાઓ – શ્રી કમલેશભાઇ ચોકસી, શ્રી વસંતભાઇ ભટ્ટ, શ્રી જાનકીશરણજી આચાર્ય વગેરેએ ઉપસ્થિત રહી ‘અનુસંધાને અવધાનમ્’, ‘અનુસંધાને ભાષાકીય દ્રષ્ટિ’, ‘નૂતન શિક્ષણનીતિ અનુસાર અનુસંધાન’ જેવા વિષયો ઉપર વિદ્વાનોએ સંશોધિત મંતવ્યો- અભિપ્રાયો રજૂ કરી સૌને આશ્ચર્ય પમાડ્યા હતા.
આ પ્રસંગે પૂજ્ય સ્વામીજીએ દર્શનમ્ સંસ્કૃત સંસ્થાનની સ્થાપનાનો હેતુ તથા ઉદેશ્ય સમજાવ્યો હતો તથા શોધકર્તા વિદ્યાર્થીઓને ઉત્તમ માર્ગદર્શન આપ્યું હતુ. આચાર્ય શ્રી રામપ્રિયજીએ સ્વાગત પ્રવચન કરી સંસ્થાના કાર્યોનું દર્શન કરાવ્યું હતું.
આ અનુસંધાન કાર્યશાળાનું તમામ આયોજન તથા સંચાલન આચાર્ય શ્રી લક્ષ્મીનારાયણજી ભટ્ટે સંભાળ્યુ હતું.