રાજકોટ તા.૧૬ ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં, ૧૦ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ SGVP ઇન્ટરનેશનલ સ્કુલ રીબડા (રાજકોટ) ખાતે રામજન્મભૂમિ વિજયગાથા આધારિત થીમ ઉપર વાર્ષિક દિન ઉજવાયો હતો.
જેમાં દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ દ્વારા રજૂ થયેલ રામજન્મભૂમિ વિજયગાથા આધારિત થીમમાં શાળાના ૭૦૦ વિદ્યાર્થીઓ જોડાયા હતા. પ્રાચીન થી આધુનિક સમય સુધીની ભારતવર્ષની ગાથાનું વર્ણન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા લાવવામાં આવેલ અમૃત અક્ષત કળશનું ભાવભર્યુ સ્વાગત કરી પંચોપચાર પૂજન કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે ધોરણ 8 ના વિદ્યાર્થી કીર્તન પટેલ અને કુશ ઠાકરે માત્ર પાંચ મિનિટમાં જ મહાભારતના પ્રસંગો મહાભારત સોંગ દ્વારા રજૂ કર્યા હતા.
શાળાના પ્રિન્સીપાલ શ્રી જિજ્ઞેશભાઇ ઠાકરે શાળાનો વાર્ષિક અહેવાલ રજુ કરી,વર્ષ દરમ્યાન શાળાના સર્વ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ અને સર્વ શ્રેષ્ઠ કાર્ય કરનાર શિક્ષકોને પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામીએ હાર પહેરાવી સન્માનિત કર્યા હતા.