With the blessings of grand tradition of Sadgurus, SGVP Gurukul Parivar started with new branch at Prasadi-Bhoomi of Shastriji Mahraj Shree Dharmajivandasji Swami, Purani Swami Shree Premprakashdasji Swami, Pujyapad Shree Jogi Swamiji, Pujya Maugat Swami Shree Nirannamuktdasji Swami, Pujya Bhandari Swami Shree Hariprasaddasji Swami, Pujya Kathari Swami Shree Harijivandasji Swmai and elder saints at Ribada-Rajkot on 21 March 2018.
With the inspiration of Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami, blessings of Pujya Purani Swami Shree Bhaktiprakashdasji Swami and guidance of Purani Shree Balkrishnadasji Swami ANVARAN MAHOTSAV was organized as an opening of new branch of Gurukul at Ribada-Rajkot starting with incessant Dhoon for nine hours and group Mahapooja.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP) અમદાવાદની નૂતન શાખા
SGVP ગુરુકુલ રીબડા-રાજકોટનો શુભારંભ
ભગવાન શ્રી સ્વામિનારાયણના સર્વજીવહિતાવહ તથા સદ્વિદ્યા પ્રવર્તનના સંદેશાઓને પ્રવર્તાવવા તેમજ અનેક જીવોને ભગવાનની ઓળખ થાય અને પરમપદની પ્રાપ્તિ થાય તેવા હેતુથી પરમ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ આઝાદીના ઉદયકાળે ગુરુકુલની સ્થાપના કરી.
ગુરુદેવની આ પાવનકારી પરંપરાનું વહન આજે પરમ પૂજ્ય સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી સુપેરે કરી રહ્યા છે અને ગુરુદેવના સિદ્ધાંતોને અડીખમ બની પ્રવર્તાવી રહ્યા છે. ત્યારે સ્વામીજીની પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP)ની નૂતન શાખા ‘SGVP ગુરુકુલ રીબડા-રાજકોટ’નો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો છે.
રાજકોટની પાસે આવેલું રીબડા ગામ અને તેમાં પણ જે સ્થાને ગુરુકુલનો પ્રારંભ થયો છે એ ભૂમિ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પૂજ્ય પુરાણી સ્વામી તથા જોગી સ્વામી જેવા બ્રહ્મનિષ્ઠ સંતોની પદરજથી પવિત્ર થયેલી છે. રીબડાની આ પવિત્ર ભૂમિમાં હવેથી ભજન અને સંસ્કારની લ્હાણી થશે.
૨૫ એકરમાં ફેલાયેલા આ કેમ્પસમાં હાલ સ્કુલ તથા હોસ્ટેલ કાર્યરત છે. ધોરણ ૧ થી ૧૨ CBSE કોર્સ સાથે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ૭૦૦ વિદ્યાર્થીઓ સ્કુલમાં તેમજ ૨૫૦ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી શકે તેવી આધુનિક વ્યવસ્થા ઉપલબ્ધ છે. ઉપરાંત ક્રિકેટ, વોલીબોલ, ફુટબોલ, હોર્સ રાઇડીંગ, ટેનીસ, વિવિધ ઇન્ડોર ગેઇમ્સના વિશાળ અને સુવિધાયુક્ત મેદાનો પણ કાર્યરત છે. જેમાં વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે વિવિધ કૌશલ્યો વિકસાવી શકે છે.
આવા વિશાળ કેમ્પસ SGVP ગુરુકુલ રીબડા-રાજકોટનો તારીખ ૨૧ માર્ચ, ૨૦૧૮ ના રોજ સાંજે ૫ થી ૮ દરમિયાન અનાવરણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂજ્ય સ્વામીજી, પૂજ્ય પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી વગેરે સંતો તથા રાજકોટ તેમજ ગુંદાસરા, પારડી, ગુંદાળા, પાનસડા, શાપર વેરાવળ, ખાંભા, ઢોલરા, માખાવડ વગેરે ગામોમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને જ્યારે જ્યારે શરીરે કસર રહેતી ત્યારે આ પવિત્ર ભૂમિમાં પધારતા અને આરામ કરતા. પૂજ્ય પુરાણી સ્વામી તથા જોગી સ્વામી પણ આ સ્થાનમાં ઘણો સમય રોકાયા છે. ત્યારે ગુરુકુલ પરિવારના ભક્તજનો માટે આ જગ્યા ખૂબ જ મહત્વ ધરાવે છે.
આ ઉપરાંત પૂજ્ય પુરાણી સ્વામી શ્રીભક્તિપ્રકાશદાસજી સ્વામી તથા પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ પ્રાંસગીક ઉદ્બોધન કરી શુભાર્શીદ પાઠવ્યા હતા.