Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Africa Satsang Yatra , 2014

નાઈરોબીમાં સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના સાનિધ્યમાં જૈન પરિવાર દ્વારા  ભાવ વંદના ઉત્સવ ઉજવાયો. નાઇરોબીના જૈન અગ્રણી શ્રીકપુરચંદભાઇ શાહ પરિવારના ભાવભર્યા નિમંત્રણથી સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી નાઇરોબી પધારતા સાથે સંત મંડળમાં કૃષ્ણજીવન સ્વામી, કુંજવિહારી સ્વામી, વેદાંતસ્વરૂપ સ્વામી, મુની વત્સલ સ્વામી, ઘનશ્યામ ભગત વગેરે સંતો પધારતા, જૈન પરિવારોએ પૂજ્ય સ્વામીજી અને સંત મંડળનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું.

અહીં નાઈરોબી, કેન્યામાં મહાજન વાડી ખાતે મુનિસુવ્રતસ્વામી જૈનદેરાસરમાં શ્રીકપુરચંદભાઇ શાહ તેમજ શાંતાબા, શ્રીરાજુભાઇ શાહ, શ્રીપંકજભાઇ શાહ, શ્રીમતિ મીનાબહેન શાહ પરિવાર દ્વારા અક્ષરનિવાસી શ્રી દિલીપભાઈ  શાહની પવિત્ર સ્મૃતિમાં ત્રિદિવસીય ભવ્ય ભાવવંદના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે જૈનદેરાસરમાં મુનિસુવ્રતસ્વાીમી તથા અન્ય નવતીર્થંકરોને અદ્‌ભૂત આંગી શણગાર કરવામાં આવ્યા્ હતા. ભારતથી શ્રેષ્ઠી કુમારપાળભાઇ તથા સુરી પ્રેમસંસ્કાર ગ્રુપના નિષ્ણાં‌ત માણસો તેમજ સ્થાનિક ભાવિક ભાઇ-બહેનો દ્વારા જૈન દેરાસરના ઇતિહાસમાં પ્રથમવાર આવી અદ્‌ભૂત આંગી રચવામાં આવી હતી. જેમા દર્શન માટે જૈન ભાઇ-બહેનોનો મહેરામણ ઉમટયો હતો. એજ પ્રમાણે શ્રીઅંકિતકુમારે પોતાના સંગીતકારવૃંદ સાથે ભાવભક્તિનના ગીતો ગવડાવી ભાઇ-બહેનોને આનંદરસમાં તરબોળ કર્યા હતા. ઉપરાંત ૧૦૮ પાર્શ્વનાથજીની સ્થાપના કરી મહાપૂજા કરવામાં આવી હતી. પૂજ્ય સ્વામીશ્રીએ આ ત્રિદિવસીય ભાવ વંદનાના દરેક પ્રસંગોમાં હાજરી આપી હતી અને જૈન સમાજને પ્રેરક ઉદ્‌બોધન કર્યું હતું.

      સ્વામીશ્રીના આગમનથી આ આખો પ્રસંગ સનાતન ધર્મ અને જૈન ધર્મના સંગમ સમાન બન્યો્ હતો. ઓસ્વાલ  સમાજના વિશાળ ઓડિટોરિયમમાં આયોજિત ભાઇ-બહેનોની સભાને સંબોધિત કરતા સ્વા્મીશ્રીએ જૈન ધર્મના વિશિષ્ટ પાસાઓ વર્ણવ્યા હતા. સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, ‘‘સનાતન ધર્મ અને જૈન ધર્મ, ભગવાન આદિનાથજીના ચરણમાં એક થાય છે. આદિનાથજીને જૈનો આદિતીર્થંકર માને છે અને સનાતન ધર્મ અવતાર માને છે.”

“પૂજા-પદ્ધતિ કે વિધિ-વિધાનોમાં કદાચ થોડો ભેદ હોઇ શકે પરંતુ અહિંસા, કરુણા, પ્રેમ વગેરે કેટલીક પાયાની બાબતોમાં સનાતન ધર્મ અને જૈન ધર્મમાં ધણી બધી સમાનતાઓ છે.” સ્વાપમીશ્રીએ જણાવ્યુંુ હતું કે, ‘‘આજે વિશેષ કરીને ભારતમાં પ્રગટેલા ચાર ધર્મો શીખ, બૌદ્ધ, જૈન અને સનાતન, એમણે પરસ્પર સમન્વય સાધી વિશ્વના ફલક ઉપર એક અવાજ ઉઠાવવાની જરૂર છે.” જૈન શબ્દની વ્યાખ્યા કરતા સ્વામીશ્રીએ જણાવ્યું હતુ કે, ‘‘જે ઇન્દ્રિંયો અને અંતઃકરણ ઉપર વિજય મેળવે તે જૈન કહેવાય અને જીવપ્રાણી માત્રમાં નારાયણનાં દર્શન કરે તે વૈષ્ણવ કહેવાય.” શ્રી કપૂરચંદબાપા અને શાંતાબાએ પોતાના પુત્ર દિલીપભાઈની સ્મૃતિમાં આ મંગલ આયોજન કરી ધાર્મિક સમરસતાનું ઉદાહરણ પૂરૂ પાડયું છે. દિલીપભાઈનો ભાગ્યયશાળી આત્મા આજે જ્યાં હશે ત્યાં શાતા અનુભવતો હશે. આ જૈન મહોત્સવમાં પૂજય સ્વામીશ્રીની ઉપસ્થિતિ સ્વામિનારાયણ સમાજ અને જૈન સમાજ માટે આશ્ચર્ય સાથે આનંદ ઉપજાવનારી હતી.

       પૂજય સ્વામીશ્રીએ જણાવ્યુથ હતું કે “અમે અહીં બંને મહાન સંપ્રદાયો વચ્ચેન સેતુ બાંધવા આવ્યા છીએ. કપૂરચંદબાપાના પરિવારનો પ્રેમ અમને ખેંચી લાવ્યો છે.” પૂજ્ય સ્વામીશ્રી સંત-મંડળ સાથે શ્રીકચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર – મોમ્બાસા ખાતે પધારેતા મંદિરના પ્રમુખ શ્રીહીરજીભાઇ હાલાઇ, ભૂતપૂર્વ પ્રમુખ શ્રીધનજીભાઇ તથા મંદિરના ટ્રસ્ટીઓ તેમજ કમિટિના સભ્યોએ સ્વામીશ્રીનું ભાવપૂર્ણ સ્વાગત કર્યું હતું. સ્વાગત બાદ સ્વામીશ્રીએ શ્રીસ્વામિનારાયણ યુવક મંડળ તથા બાળ મંડળને પ્રેરણાત્મક ઉદ્‌બોધન કર્યું હતું કે આપ સર્વેએ દૂર સુદૂર દેશમાં વસીને પણ ભારતીય સંસ્કૃતિને જાળવી રાખી છે ને સાથે સાથે જે દેશમાં દારુ માંસની છોળો ઉછળી રહી છે તે દેશમાં રહીને પણ નિર્વ્યસની જીવન જીવી સત્સંગ રાખી રહ્યા છો તે પ્રત્યક્ષ જોઇને અત્યંત આનંદ થાય છે. ખરેખર દેવને દુર્લભ એવો માનવ જન્મ છે. તેમાંય ભારત ભૂમિમાં દેહ ધરવો એ પણ દુર્લભ છે. ભારતમાં દેહ ધારણ કરી સત્સંગનો અને સંતોનો યોગ મળવો એ અતિ દુર્લભ છે. એ તમોને સહેજે મળ્યો છે.

મોમ્બાસાના વૃંદાવન સોસાયટી તેમજ સહજાનંદ સોસાયટીના ભાઇ-બહેનોએ વિશાળ સત્સંગ સભાનું આયોજન કર્યું હતું અને સ્વામીશ્રીના મંગલ પ્રવચનનો લાભ લીધો હતો.
ત્યારબાદ સ્વામીશ્રીએ મોમ્બાસાના શ્રીકચ્છી લેવા પટેલ સમાજ ખાતે પધરામણી કરી હતી.

સમાજના પ્રમુખશ્રી પ્રેમજીભાઇ હાલાઇ, શ્રીહસુભાઇ ભુડિયા, વગેરે અગ્રણી કાર્યકર્તાઓએ સ્વામીશ્રીનું સ્વાગત કરી બહુમાન કર્યું હતું. સ્વામીશ્રીએ સમાજની વિવિધ સેવા-પ્રવૃત્તિઓને બિરદાવતા જણાવ્યું હતું કે, “સમાજ અને ધર્મ એક જ સિક્કાની બે બાજુઓ છે, એને અલગ કરી શકાય એમ નથી. નાનામાં નાના માણસની સેવા કરવી, એજ  ધર્મનો સાચો મર્મ છે. અહીં મંદિર અને સમાજ એકરસ થઇને રહે છે અને શૈક્ષણિક તેમજ આરોગ્ય ક્ષેત્રે સુંદર સેવાઓ બજાવી રહ્યા છે, તે અભિનંદનને પાત્ર છે.”
ત્યારબાદ સ્વામીશ્રીએ મંદિર દ્વારા ચાલતી શ્રીસ્વામિનારાયણ એકેડમીમાં પધરામણી કરી હતી અને આ શૈક્ષણિક સેવાઓને બિરદાવી હતી. મંદિર ખાતે ઠાકરથાળી રાખવામાં આવી હતી. મંદિરના નાના-મોટા ભાઇ-બહેનોએ રાસની રમઝટ બોલાવીને મહોત્સવ ઉજવ્યો હતો.
 
મોમ્બાસા સત્સંગ વિચરણ દરમ્યાન પૂજ્ય સ્વામીશ્રીએ સહજાનંદ સ્પેશ્યલ સ્કૂલમાં પધરામણી કરી હતી. અહીં સાડા ચારસો જેટલા અંધ-અપંગ અને માનસિક રીતે ક્ષતિગ્રસ્ત બાળકો રહે છે. ઉપરાંત, અન્ય ત્રણ હજાર જેટલા કેન્યાના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ વિશાળ સંકુલો શ્રીકેશવજી પ્રેમજી ભુડીયા, શ્રીકાનજી પ્રેમજી ભુડીયા, શ્રીરતનબેન ભુડીયા પરિવાર તરફથી બાંધી આપવામાં આવેલ છે. અહીંયા ભવિષ્યમાં એક હજાર ડીસેબલ બાળકો રહી શકે તેવું વિશાળ સંકુલ આ જ પરિવારના સભ્યો દ્વારા તૈયાર થઇ રહ્યું છે. આશ્ચર્યની અને આનંદની વાત એ છે કે આ સાડા ત્રણ હજાર આફ્રિકન બાળકોને રોજ શુદ્ધ શાકાહારી ભોજન જ આપવામાં આવે છે.

પૂજ્ય સ્વામીશ્રીએ આ સંકુલમાં પધરામણી કરી બાળકોને આશીર્વાદ આપ્યા હતા અને પ્રસાદ વહેંચ્યો હતો અને ભુડીયા પરિવારની આ સેવાને બિરદાવી હતી. પૂજ્ય સ્વામીશ્રીએ કહ્યું હતું કે, “કેન્યામાં વસતા ભારતીયો આફ્રિકાના બાળકોની આટલી સેવા કરે છે, એ જોઇને આનંદ થાય છે. આપણે જે દેશમાં વસતા હોઇએ તે દેશને વફાદાર થઇને તે દેશની સેવા કરવી જોઇએ. સાથોસાથ ભારત આપણી ધર્મભૂમિ છે, આપણી સંસ્કૃતિ અને સંસ્કારોનો સંબંધ ભારત સાથે જોડાયેલો છે, માટે એમને પણ વિસારવી ન જોઇએ.”

કેશવ કાન ફાઉન્ડેશન – ભુડીયા પરિવારે કેન્યામાં ગરીબ વિદ્યાર્થીઓ માટે આટલું વિશાળ સંકુલ બાંધીને કચ્છ તેમજ ભારતનું ગૌરવ વધાર્યું છે.
 
Pujay Swamiji visited the Sahajanad Special School during Mombasa Satsang yatra. Around 400 blind and disable children are living in this school. Around 3000 children are studying in this school from Kenya. Only Vegetarian foods are served to all 3000 children in school. This special school campus is constructed by Shree Keshavji Premji Bhudiya, Shri Kanji Premji Bhudiya, Shrimati Ratanben Bhudiya family. Another big campus is under construction for stay of 1000 disable children.

Swamiji visited the campus and gave blessing and prasad to children. Swamiji also praise the Bhudiya Parivar’s Seva. Swamiji told that he is very delighted to see that Indians living in Kenya are doing so much help to African children. We should be loyal to country where we live and earn and help to that country. India is our religious back home and we have our own tradition, we should not forget that.

Keshav-Kan Foundation – Bhudiya Parivar are pride of Kutch and India.
 
આફ્રીકા સત્સંગ યાત્રા : નાઈરોબી કચ્છી લેવા પટેલ સમાજ – પધરામણી 
સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી સંતમંડળ સાથે કચ્છી લેવા પટેલ સમાજ-નાઈરોબીમાં પધરામણી કરી હતી અને અહીં કચ્છી લેવા પટેલ સમાજ યુથ લીગ દ્વારા આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટનું ઓપનીંગ કર્યુ હતું.

આ પ્રસંગે કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખ શ્રી ભીમજીભાઈ રાઘવાણી, સમાજની યુથ લીગના પ્રમુખ શ્રી અરવિંદભાઈ રાઘવાણી, સમાજના અગ્રણીઓ કે.સોલ્ટવાળા શ્રી કાનજીભાઈ વરસાણી, શ્રી રામજીભાઈ રત્ના વરસાણી તથા અન્ય અનેક અગ્રણીઓ  હાજર રહ્યા હતા. ઉપરાંત આ ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટના સ્પોન્સર ટાઈલ્સ એન્ડ કાર્પેટ સેન્ટર લી.ના પ્રતિનિધિ શ્રી નિશિત તથા ચિરાજ સાંગરખા, બાસ્કો પેઈન્ટસ્‌ લી.ના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

સ્વામીશ્રીએ યજમાનોને આ રીતે યુથલિગના યુવાનોને પ્રોત્સાહન આપવા બદલ અભિનંદન આપ્યા હતા. આ ત્રિદિવસીય ક્રિકેટ મેચના પ્લેયરોને પ્રોત્સાહિત કરતા સ્વામીશ્રીએ કહ્યું હતું કે, “આ ક્રિકેટ ગ્રાઉન્ડને ખેલકુદનું મંદિર માનજો. બેટ-બોલને પુજાના સાધનો માનજો. ખેલમાં હારજીત મહત્ત્વની નથી, હૃદયથી ખેલવુ મહત્ત્વનું છે. એમાંય ખેલદિલીથી ખેલવું વિશેષ મહત્ત્વનું છે. જીંદગી પણ એક ખેલ છે, એને વ્યવસ્થિત રીતે ખેલી લેવી જોઈએ અને સફળ બનાવવી જોઈએ.”

સમાજની આ યુથલીગ દ્વારા રમતોત્સવ ઉપરાંત સેવાના અનેકવિધ કાર્યો થઈ રહ્યા છે, તે બદલ સ્વામીશ્રીએ તેમને અભિનંદન આપ્યા હતા. આ ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનોને પ્રોત્સાહન આપ્યું હતું.
 
આફ્રીકા સત્સંગ યાત્રા : કમ્પાલા સત્સંગ વિચરણ
પૂર્વ આફ્રિકા ખાતે વિચરણ કરતા સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી સંતમંડળ સાથે દાર-એ-સલામ પધાર્યા હતા. અહીં મંદિરના પ્રમુખશ્રી પ્રેમજીભાઈ વરસાણી, લાલજીભાઈ વરસાણી, ગીરધરભાઈ પીંડોરીયા વગેરે ભક્તજનોએ સ્વામીજીનું સ્વાગત કરી સત્સંગનો લાભ લીધો હતો. ત્યારપછી સ્વામીશ્રી કંપાલા પધાર્યા હતા. અહીં શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિરના પ્રમુખ શ્રી હિતેશભાઈ જેસાણી તથા મંદિરના આગેવાન ભક્તજનોએ સ્વામીશ્રીનું ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું.

રવિવારની સત્સંગ સભામાં સ્વામીશ્રીએ ભક્તજનોને મંગલ ઉદ્‌બોધન કરતા જણાવ્યું હતું કે, “આપ સર્વ ભક્તજનો વિદેશમાં વસીને પણ સત્સંગ રાખી રહ્યા છો, તે જોઈને અમને આનંદ થાય છે. ધાર્મિક દ્રષ્ટિએ આપણા વિચારો ઉદાર હોવા જોઈએ. વિવિધ પંથો વચ્ચે સંવાદિતા સર્જાય તે બહુ જરૂરી છે. મારૂં-તારૂં પક્ષાપક્ષી ધર્મને નુકશાનકારક છે.” “ભક્તજનોએ અને ખાસ કરીને નવી પેઢીએ આપણા સનાતન ધર્મના વૈજ્ઞાનિક પાસાઓનો અભ્યાસ કરવો જોઈએ. જો એ અભ્યાસ હશો તો તમારા અંતરમાં ઋષિમુનિઓના મહાન વારસાનું ગૌરવ જાગતું રહેશે. 
યુવાનોએ ખાસ કરીને વ્યસન અને કુસંગથી બચવું જોઈએ. માત્ર સાયન્સ અને ટેક્નોલોજીથી જ સુખી થઈ શકાતું નથી. સુખની ચાવી મહાપુરૂષો સાથેના સત્સંગથી પ્રાપ્ત થાય છે.”
કંપાલા ખાતે પાંચ દિવસના રોકાણ દરમિયાન ભાવિક ભક્તજનોએ સારો એવો સત્સંગનો લાભ લીધો હતો.
 
સત્સંગ તેમજ આનંદ ઉત્સવ : નાઇરોબી
નાઇરોબી ખાતે એપ્કો બિલ્ડર્સ કંપનીના માલિક શ્રી રામજીભાઈ વરસાણી દ્વારા બંધાયેલ વિશાળ ‘એપ્કો વિલેજીસ’ સોસાયટીના વિશાળ પ્રાંગણમાં પૂજ્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજીની ઉપસ્થિતિમાં સત્સંગ તેમજ આનંદ ઉત્સવ રાખ્યો હતો.

આ પ્રસંગે આદરણીય રામજીભાઈ તથા તેમના સુપુત્ર મયુરે હારતોરાથી સ્વામીશ્રી તથા સંતમંડળનું ભાવપૂર્ણ સ્વાગત કર્યું હતું. કચ્છી લેવા પટેલ સમાજના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં ભાઈ-બહેનોએ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આદરણીય રામજીભાઈએ દેશ અને વિદેશમાં શિક્ષણ તેમજ સમાજસેવાની વિવિધ પ્રવૃત્તિમાં પોતાના માતુશ્રી રતનબાઈ દેવજી વરસાણીની પવિત્ર સ્મૃતિમાં ખૂબ જ મોટા પાયે સેવાકાર્યો કરેલા છે. કેન્યા ખાતે પણ આફ્રિકન લોકો માટે એમણે ખૂબ જ સેવાઓ કરેલી છે. તેઓશ્રીએ પોતાના સ્વાગત પ્રવચનમાં શિક્ષણની આવશ્યકતા ઉપર ભાર મૂક્યો હતો અને સ્વામીશ્રી દ્વારા થઈ રહેલી શૈક્ષણિક પ્રવૃત્તિઓને બિરદાવી હતી. એપ્કો બિલ્ડર્સના લોગોમાં “वसुधैव कुटुम्बकम्” ની ભાવના વ્યક્ત થયેલી છે.
તે જોઈને સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, “અમને આ ભાવના ખૂબ જ ગમે છે. આ ભારતવર્ષના ઋષિમુનિઓનો મહાન સંદેશ છે. ભારતના ઋષિઓનું દર્શન ખૂબ જ વિશાળ અને ઉદાર રહ્યું છે. આપણા પવિત્ર ઋષિમુનિઓના માર્ગને અનુસરીને આપણે પણ ધાર્મિક સંકુચિતતાથી મુક્ત થઈને ધાર્મિક દૃષ્ટિએ ઉદાર વિચારધારાઓ વિકસાવી જોઈએ.” સ્વામીશ્રીના આગમન પ્રસંગે એપ્કો બિલ્ડર્સ કંપનીના નાના-મોટા સર્વ કાર્યકર્તાઓએ ભારે ઉત્સાહથી પુરી સોસાયટીને સજાવી હતી. કાર્યકર્તાઓની ભાવનાને સ્વામીશ્રી અભિનંદન પાઠવ્યા હતા.
આ આનંદ અવસરે આશરે ૪,૦૦૦ જેટલા ભાઈ-બહેનોએ પ્રસાદ લીધો હતો.

Achieved

Category

Tags