અધિકમાસ સેવા પ્રવૃતિઓ – ૨૦૨૩ SGVP રીબડા (રાજકોટ)
ભારતીય સંસ્કૃતિમાં અધિક માસ (પુરુષોત્તમ માસ)નું ખુબજ મહત્ત્વ છે. પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની દિવ્ય પ્રેરણા અને પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે SGVP ગુરુકુલ રીબડા (રાજકોટ) દ્વારા, આગામી પરમ પૂજ્ય પુરાણી સ્વામી સ્મૃતિ મહોત્સવ ઉપક્રમે, ૧૮ જુલાઇ થી ૧૬ ઑગસ્ટ, ૨૦૨૩ દરમ્યાન, અધિક શ્રાવણ માસમાં સર્વમંગલ સેવા યજ્ઞ – ૨ અંતર્ગત દરરોજ વિવિધ સેવા પ્રકલ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું.
સર્વનું મંગલ થાય એવી શુભ ભાવના સાથે, ગુરુકુલના અ.નિ. વિદ્યાર્થી દેવાંશ વીંટુભાઈ ભાયાણીની પુણ્ય સ્મૃતિમાં કરવામાં આવી હતી.
દિવસ ૦૧ – દિવ્યાંગ અંધશાળામાં ભોજનપ્રસાદ
દિવસ ૦૨ – માનસિક દિવ્યાંગ બાળકોને વસ્ત્રદાન
દિવસ ૦૩ – ગામના ચબૂતરામાં પક્ષીઓને ચણ
દિવસ ૦૪ – મંદિરોના પૂજારીઓને રાશન કીટ આપી
દિવસ ૦૫ – નૂતન મંદિર નિર્માણ કાર્યમાં આર્થિક યોગદાન
દિવસ ૦૬ – ફ્રી નેત્રરોગ નિદાન કેમ્પ અને ચશ્મા વિતરણ
દિવસ ૦૭ – સમુદ્ર-તળાવમાં માછલાં-કાચબાઓને લોટની ગોળીઓ નાખવી
દિવસ ૦૮ – ખીસકોલીઓ માટે મકાઈનાં ડોડા આપવા
દિવસ ૦૯ – જુનાગઢ તથા વડતાલ મંદિરોમાં દેવોને થાળની સેવા
દિવસ ૧૦ – ઋષિકેશમાં ગંગા કિનારે સાધકોને અન્નદાન
દિવસ ૧૧ – છપૈયામાં ધર્મ-ભક્તિ કુળના બ્રાહ્મણોને સહાય
દિવસ ૧૨ – ગૌશાળાઓમાં ગૌ-પ્રીતિ ભોજન
દિવસ ૧૩ – નંદી-આખલાઓને ઘાસચારો
દિવસ ૧૪ – ગોકુળ-વૃંદાવન તીર્થમાં સાધુ-સન્યાસીઓનો ભંડારો
દિવસ ૧૫ – કુતરાઓને રામરોટી અને લાડુ ખવરાવવા
દિવસ ૧૬ – કીડીઓ માટે કીડિયારું પુરવું
દિવસ ૧૭ – આંગણવાડીના બાળકોને નાસ્તાના બોક્સનું વિતરણ
દિવસ ૧૮ – ઢોલરા વૃદ્ધાશ્રમના વડીલોને યાત્રા કરાવવી
દિવસ ૧૯ – વૃક્ષારોપણ માટે છોડ વિતરણ
દિવસ ૨૦ – દિવ્યાંગ લોકોને સહાયરૂપ ઘોડી-ટ્રાયસીકલ વિતરણ
દિવસ ૨૧ – બ્રાહ્મણોની ચોરાસી: બ્રહ્મભોજન – પૂજન
દિવસ ૨૨ – બાલગોપાલ સેવા – સ્કુલબેગ વિતરણ
દિવસ ૨૩ – સરકારી શાળાઓમાં રમતગમતના સાધનો આપ્યા
દિવસ ૨૪ – આદર્શ શિક્ષકોનું સન્માન, સરકારી શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને પુરસ્કાર
દિવસ ૨૫ – વિશિષ્ટ સેવા માટે મહિલાઓનું સન્માન. જરૂરિયાતમંદ દીકરીઓને શૈક્ષણિક સહાય
દિવસ ૨૬ – આદર્શ ગૌ-સેવકોનું સન્માન, ગૌશાળાઓમાં મેડિકલ-કીટ સહાય
દિવસ ૨૭ – ગામડાઓમાં પશુ રોગ નિદાન કેમ્પ
દિવસ ૨૮ – વૃંદાવનમાં વિધવા મહિલાઓને સાડી વિતરણ
દિવસ ૨૯ – સિવિલ હોસ્પીટલમાં પ્રસૂતા બહેનોને પૌષ્ટિક આહાર વિતરણ
દિવસ ૩૦ – સરકારી શાળાની લાઇબ્રેરીઓમાં પુસ્તકોનું વિતરણ