આમ્રકૂટ અને કેરી વિતરણ, શ્રી વડતાલધામ
આગામી વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે, પરમ પૂજ્ય વડતાલ પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના શુભાશીર્વાદ સાથે, પરમ પૂજ્ય ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના શુભ સંકલ્પ અને પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે SGVP ગુરુકુલ પરિવારના સૌજન્યથી ૧૦,૦૦૦ કિલો કેસર કેરીનો આમ્રકૂટ શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ અર્પણ કરવામાં આવ્યો હતો.
વડતાલધામના કોઠારી શ્રી ડૉ. સંતવલ્લભ દાસજી સ્વામી તથા ચેરમેન શ્રી દેવપ્રકાશદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે સંતો અને સ્વયંસેવકો દ્વારા પ્રસાદની તમામ કેરીઓ વડતાલ અને આજુબાજુના ગ્રામીણ વિસ્તારો, સામાજીક સેવા કરતાં આશ્રમોમાં વહેંચવામાં આવી હતી.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવાદ, મેમનગર ખાતે પણ ૫,૦૦૦ કિલો કેસર કેરીનો આમ્રકૂટ શ્રી ઘનશ્યામ મહારાજને ધરાવવામાં આવ્યો હતો. આમ્રકૂટની તમામ કેરીઓ સંતો અને ગુરુકુલ પરિવારના સ્વયંસેવકોએ બાળકો, મજૂર-ગરીબ વસાહતો, જરૂરિયાતમંદોમાં વહેંચી હતી.
તમામ કેરીઓ ગીર અને કચ્છ વિસ્તારમાંથી એકત્ર કરવામાં આવી હતી.