Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Aamrotsav – 2022

Photo Gallery

જૂન – ૨૦૨૨, અત્યારે કેરીની સીઝન ચાલી રહી છે પરંતુ આ વર્ષે ઓછા પાકને લીધે કેરીઓના ભાવ આસમાને છે. આવા સમયે સમાજના ગરીબ વર્ગ અને દર્દી નારાયણો પણ પ્રસાદરૂપ કેસર કેરીનો આસ્વાદ લઈ શકે તે માટે સત્સંગ પ્રચારાર્થે વિદેશ વિચરણ કરી રહેલ ગુરુવર્ય શાસ્ત્રીશ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામીની પવિત્ર સ્મૃતિમાં ચાલી રહેલ ૮૫ કલાકની અખંડ ધૂન દરમ્યાન, ભીમ એકાદશીના પુનિત પર્વે ૧૧ જૂન, ૨૦૨૨ના રોજ અમદાવાદ, કચ્છ, ઉના, રાજકોટ વગેરે જુદા જુદા સ્થળોથી હરિભકતોના સહયોગથી આવેલ ૬૦૦૦ કિલો જેટલી કેરીઓ ઠાકોરજીને ધરાવી પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તેમજ પુરાણી હરિસ્વરુપદાસજી સ્વામીએ આરતિ ઉતારી દર્શન ખુલ્લા મૂક્યા હતા.

આમ્રોત્સવની પ્રસાદરુપ કેરીઓ ગુરુકુલ પરિવારના સ્વયંસેવકોએ જાતે જઈને ગરીબો વર્ગ, મજૂર વર્ગ, વૃદ્ધાશ્રમો, વગેરે સ્થળોએ વહેંચી હતી. કાળા તડકામાં તનતોડ મહેનત કરતા દરિદ્રો અને એમના નાનાં નાનાં બાળકોને જ્યારે કેરી જમતા જોયા ત્યારે સ્વયંસેવકોની આંખો ભીંજાય ગઈ.

વૃદ્ધાશ્રમમાં નિવાસ કરતા વૃદ્ધોને કેરી જમતા જોવા એ દૃશ્યો ખરેખર હૃદયને સ્પર્શી જાય તેવાં હતાં. ભગવાનના ભક્તો પોતાની ભક્તિ-શ્રદ્ધા ભગવાન પાસે રજુ કરે અને એ જ ભક્તિ-શ્રદ્ધા જ્યારે નાનામાં નાના માણસ સુધી પહોંચે ત્યારે ખરી રીતે ભગવાનની સેવા થઈ ગણાય. માટે જ પૂજ્ય સ્વામીજીની પ્રેરણાથી ગુરુકુલ દ્વારા થતા અન્નકૂટોત્સવ, આમ્રોત્સવ વગેરે ઉત્સવો જે રીતે ઉજવાય છે, એનાથી સર્વવ્યાપી પરમાત્મા અચૂક રાજી થતા હોય છે.

Achieved

Category

Tags