‘All human beings are the reflection of one and the same Lord. Recognize the entire human race as one’- By Shree Guru Gobind Singhji.
As a tribute to Guru Tegh Bahadur Sahibji, SGVP Gurukul Parivar conducted a special assembly on December 26, 2018 spreading the message of equality and service to mankind. The assembly commenced with Vedic Mantragaan followed by felicitation of our Honourable President P.P.
Shree Madhavpriyadasji Swami , Executive Director Shree Jaydev Sinh Songara and our chief guest Shri Paramjit Singhji Patialawale, SGPC Amritsar.
Guru Tegh Bahadur Sahibji,a son of a martyr, a headstrong leader his philosophies and his way of life was shown through a video that left students with an elevated spirit of inspiration. Heartwarming speeches by our dignitaries and chief guests educated students not only about the universal values of helping others, compassion and courage but also about the importance of spiritual principles, religious harmony and brotherhood in our lives.
In branches too, Gurukul Ahmedabad (Memnagar), Gurukul Droneshwar (Una) and Gurukul Rajkot (Ribda) saints and students paid a tribute to Guru Tegh Bahadur Sahibji.
SGVP શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં શીખના નવમા ગુરુ તેગબહાદુરસિંહજી
સાહેબનો કુરબાની દિવસ મનાવવામાં આવ્યો
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી ખાતે તા. ૨૬ ડિસેમ્બર, ૨૦૧૯ ના રોજ, સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ અમૃતસરના પ્રતિનિધિ શ્રી પરમજીતસિંહજી, ગુરુદ્વારા ગોવિંદધામ અમદાવાદના પ્રમુખ શ્રી જ્ઞાની ઇશ્વરસિંહજી, મુખ્યગ્રન્થી ભાઇશ્રી જ્ઞાની રતનસિંહજી તથા અન્ય શીખ પરિવારોની ઉપસ્થિતિમાં શીખ ગુરુ તેગબહાદુરસિંહજી સાહેબનો કુરબાની દિવસ મનાવવામાં આવ્યો હતો.
પ્રારંભમાં પૂજ્ય સ્વામીજીએ શ્રી તેગબહાદુરસિંહજી સાહેબની ચિત્ર પ્રતિમાને પુષ્પોની રીંગ અર્પણ કરી હતી.
આ પ્રસંગે ગુરુતેગબહાદુરસિંહજી સાહેબના શહાદત પ્રસંગની ઓડીયો વિડિયો ક્લિપ વિદ્યાર્થીઓને બતાવવામાં આવી હતી. તથા શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ, અમૃતસરના પ્રતિનિધિ શ્રી પરમજીતસિંહજીએ ગુરુજીના જીવન વિષે પ્રકાશ પાડ્યો હતો.
પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે ગુરુ તેગબહાદુરસિંહજી સાહેબે ધર્માંધ ઔરંગઝેબની સામે શિશ ઝુકાવ્યું નહી, શિશ કપાવી નાંખ્યુ પણ ધર્મ છોડ્યો નહી.
તેમણે માત્ર હિન્દુધર્મ અથવા કાશ્મીરી પંડિતોની જ રક્ષા કરી નહોતી પણ સમગ્ર ભારતીય સંસ્કૃતિની રક્ષા કરી હતી. ધર્માંધ ઔરંગઝેબે તેમના બે પુત્રોને દિવાલમાં ચણી દીધા. સિંહના તો સિંહ જ હોય તે ન્યાયે કુમળીવયના બાળકોએ પણ મૃત્યુ પસંદ કર્યું પણ ધર્મ છોડ્યો નહીં.
સ્વામીજીએ જણાવેલ કે ગુરુનાનકદેવે શીખ ધર્મની સ્થાપના કરી છે. દુનિયાના મહાન ધર્મોમાં શીખ ધર્મનું મહત્વનું સ્થાન છે. હિન્દુધર્મ અને શીખ ધર્મ બે સગા ભાઇઓની જેમ પરસ્પર પ્રેમથી સંકળાયેલા છે શીખોએ રાષ્ટ્રની રક્ષા માટે પોતાની કુરબાની દેવામાં પાછી પાની કરી નથી.
આ પ્રસંગે SGVPના એજ્યુકેશનલ ડાઇરેક્ટર શ્રી જયદેવભાઇ સોનાગરાએ ગુરુ તેગબહાદુરસિંહજી સાહેબની વંદના કરતા જણાવ્યું હતું કે સ્વામીજીની ઇચ્છા છે કે દસમા ગુરુગોવિંદસિંહજીના બે પુત્રોને ઔરંગઝેબે દિવાલમાં જીવતા ચણી દીધા હતા એ કુરબાનીની યાદમાં રાષ્ટ્રને ખાતર શહીદી વહોરી લેનાર શીખ શહીદોના બે બાળકોને એસજીવીપી ગુરુકુલ તરફથી શિક્ષણ સહાય આપવામાં આવશે.
વિશેષમાં SGVP ઇન્ટરનેશનલ સ્કુલમાં અભ્યાસ કરતા શીખ વિદ્યાર્થી દિવ્યનુરસિંહે ગુરુવાણીનો પાઠ કર્યો હતો.
આ પ્રસંગે એસજીવીપી ગુરુકુલના પ્રિન્સીપાલ, વાઇસ પ્રિન્સીપાલ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો, સંતો તથા મોટી સંખ્યામાં શીખ બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા.
પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે આ દિવસ ઉજવવાની પ્રેરણા પંજાબના સુપ્રસિદ્ધ ઇતિહાસકાર અને રાજ્યસભાના ભૂ.પૂ.સભ્ય શ્રી બલબીરસિંહ પુંજ તરફથી મળી હતી.
SGVPના શાખા ગુરુકુલો – ગુરુકુલ અમદાવાદ (મેમનગર), ગુરુકુલ દ્રોણેશ્વર (ઉના), ગુરુકુલ રાજકોટ (રીબડા) – માં પણ સંતો અને વિદ્યાર્થીઓએ ગુરુ તેગબહાદુરસિંહજી સાહેબના પ્રેરક જીવન પ્રસંગોને વર્ણવીને કુરબાની દિવસ મનાવવામાં આવ્યો હતો.