Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Guru Poornima 2023

photo gallery

એસજીવીપી દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં ગુરુ પૂર્ણિમાની વહેલી સવારે વેદ તથા શાસ્ત્રી – આચાર્ય કક્ષામાં અભ્યાસ કરતા ઋષિકુમારો અને સંતોએ વ્યાસ પૂજનનો અનોખો કાર્યક્રમ યોજ્યો હતો. પરંપરા પ્રમાણે ઋષિકુમારોએ વ્યાસ ભગવાનની મહાકાય મૂર્તિને હાર પહેરાવી પૂજન કર્યુ હતું.

ગુરુપૂર્ણિમાના સપરમાં દિવસે તા. ૩ જુલાઈ ૨૦૨૩રોજ સાંજે ચાર કલાકે SGVP શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ, છારોડીના વિશાળ પટાંગણમાં પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી, સદ્ગુરુ પુરાણી શ્રી હરિસ્વરુપદાસજી સ્વામી, પરમ પૂજ્ય ભંડારી શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામી, તેમજ અન્ય સંતો તથા દેશ, વિદેશથી પધારેલા હજારો હરિભકતોની ઉપસ્થિતિમા ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો હતો.

પ્રારંભમાં સદગુરુ સંતોએ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા તેમની પ્રસાદી ભૂત ચાંખડી અને પરમ પૂજ્ય શાસ્રીજી મહારાજની પ્રતિમાને ચંદનની અર્ચા તથા હાર પહેરાવી વેદના મંત્રો સાથે પૂજન કર્યુ હતુ.

ત્યાર બાદ પરમ પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા પરમ પૂજ્ય પુરાણી શ્રી હરિસ્વરુપદાસજી સ્વામી તથા અન્ય સંતોએ ગુરુવર્ય પૂજ્ય સ્વામીને હાર પહેરાવી પૂજન કર્યું હતું. ત્યારબાદ ગુરુકુલના ટ્રસ્ટી શ્રી નવિનભાઇ દવે, શ્રી મધુભાઇ દોંગા, જજ શ્રી ઢોલરિયા સાહેબ સહિત ટ્રસ્ટીઓએ પૂજ્ય સ્વામીજીને હાર પહેરાવી પૂજન કર્યુ હતું.

આ પ્રસંગે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ આગામી ડિસેમ્બરમા ઉજવાતા અ.નિ. પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી સ્મૃતિ મહોત્સવની વાત કરતા જણાવ્યું હતુ કે આ ઉત્સવમાં ભારતભરના અનેક મહાપુરુષો તથા દેશ વિદેશથી ભક્તો પધારશે. તો આ મહોત્સવમાં તન, મન, ધનથી જોડાવા સૌને ભાવભર્યું આમંત્રણ છે.

ગુરુ પૂર્ણિમાનો મહિમા સમજાવતા પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતુ કે ખરેખર ગુરુના ગુરુ ભગવાન નારાયણ છે. છતાં ભારતીય પરંપરામાં ગોવિંદ સુધી લઇ જનાર ગુરુનું અનેરું મહત્વ છે.

આજે વ્યાસ પૂજનનો દિવસ છે. વળી ગુરુપૂર્ણિમા એટલે ભારતવર્ષની સંત પરંપરાને વંદન કરવાનો દિવસ. ભારતીય સનાતન ધર્મનો મૂળ આધાર ગ્રન્થ વેદ છે. ગહન વેદોને સરળ ભાષામાં સમજાવી, લોકભોગ્ય બનાવી ઘરો ઘર સુધી પહોંચાડનાર જો કોઇ હોય તો તે વેદવ્યાસ ભગવાન છે. જેણે ભાગવતાદિ ગ્રન્થોની રચના કરીને ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી છે. ભગવાન વ્યાસ લિખિત ભાગવત ગ્રન્થ મહાન છે. ભારતના તમામ આયાર્યો વ્યાસ ભગવાનને અનુસરે છે.

આ પ્રસંગે શ્રી ધર્મજીવન ગાથા પુસ્તકનાં ભાગ ૨ ની ડિજીટલ ઑડિયો બૂક (MP3) અને પ્રસિદ્ધ ભજનિક શ્રી નિરંજનભાઈ રાજ્યગુરુ ના કંઠે ગવાયેલ, ભક્તકવિ શ્રી સાઈ મકરંદભાઈ દવેની રચનાઓની ડિજીટલ ઑડિયો બૂક (MP3) પણ સદ્ગુરુ સંતોના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.

Achieved

Category

Tags