Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

સહજાનંદ ગઢ લોકાર્પણ, પાંડવપુર, 2012

ભગવાન શ્રી સ્વામિનારાયણ આજથી બસો વર્ષ પૂર્વે મુંબઇના ગવર્નર શ્રી સર માલ્કમના નિમંત્રણને માન આપી રાજકોટ આદિ આચાર્ય શ્રી રઘુવીરપ્રસાદજી મહારાજ, આદિ આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ, શ્રી ગોપાળાનંદ સ્વામી, શ્રી નિત્યાનંદ સ્વામી, શ્રી શુકાનંદ સ્વામી, દાદા ખાચર, સુરાખાચર, લાધા ઠક્કર, હરજી ઠક્કર વગેરે સાથે રાજકોટ પધાર્યા હતા.પાછા ગઢપુર જતાં રસ્તામાં શ્રી સરતાનસિંહજીના આગ્રહથી સરધાર પાસેના પાડાસણ (પાંડવપુર) ગામે પધારી, દરબાર ગઢમાં થાળ જમી રાત્રી રોકાણ કર્યું હતું.ભગવાન શ્રી સ્વામિનારાયણ જે દરબાર ગઢ માં રોકાયા હતા તે દરબારગઢ જીર્ણ થતાં, તે દરબારગઢને પ્રસાદીભૂત અને પાવનકારી માનીને પૂ. જોગી સ્વામીની પ્રેરણાથી મુંબઇના અગ્રણી ઉદ્યોગપતિ અને ગુરુકુલના ટ્રસ્ટી શ્રી નવિનભાઇ દવેએ વ્યકિતગત રીતે તેને રંગરોગાન કરી જીર્ણોદ્ધાર કરાવેલ. આ દરબારગઢનું નામ સહજાનંદ ગઢ રાખી, તેનું લોકાર્પણ પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના વરદ હસ્તે તા ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૨ ના રોજ અનેક સંતો અને હરિભક્તોની હાજરી માં કરવામાં આવ્યું હતું.આ લોકાર્પણ વિધિમાં પૂ.આચાર્ય મહારાજશ્રી પધારતા શ્રી નવિનભાઇ દવે, ગોપાળભાઇ દવે, નયનભાઇ દવે, સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી વગેરેએ ભાવભીનું સ્વાગત કર્યું હતું.આ પ્રસંગે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવેલ કે નવિનભાઇ દવે નિખાલસ, સત્સંગ પ્રેમી, નિર્માની અને સહ્રદયી છે.
તેઓએ આ દરબારગઢ દરબારશ્રી સરતાનસિંહના વંશજ શ્રી ઘનશ્યામસિંહજી પાસેથી પ્રાપ્ત કરી, જીર્ણોધ્ધાર કરાવી સંપ્રદાયને અર્પણ કરેલ છે તે એક ઐતિહાસિક સેવા કરેલ છે.શ્રી નવિનભાઇ દવે એ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે પૂ.આચાર્ય મહારાજ શ્રી રાકેશપ્રસાદજી મહારાજ મારા આમંત્રણને માન આપી અહીં પધાર્યા તેથી મને ખૂબજ આનંદ થાય છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે જે દરબારગઢમાં ઉપર ગોખમાં ઉભા રહી પાડાસણ ગામવાસીઓને દર્શન આપેલ અને ત્યાંજ થાળ જમેલ તે સ્થાનમાં પૂ. આચાર્ય મહારાજશ્રી ઉભા રહી પાડાસણ ગામવાસીને જે દર્શન આપે છે તે જોઇને અત્યંત આનંદ થાય છે.પૂ.આચાર્ય મહારાજશ્રીએ જણાવ્યું હતું કે જયાં પ્રગટ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ પધારેલ ત્યાં અમારે દર્શન આવવાનું થયું તેથી અમને પણ અત્યંત હર્ષ થાય છે. જે કામ સંપ્રદાયે કરવાનું હોય છે તે કામ આદરણીય શ્રી નવિનભાઇએ કર્યું છે તે જોઇ ખૂબજ રાજી થવાય છે. નવિનભાઇએ સંપ્રદાયની ખૂબ મોટી સેવા કરી છે.આ પ્રસંગે કોલકત્તાથી શ્રી નરહરિભાઇ કોયા, મુંબઇથી કાંતિભાઇ ગાંધી, ડી.કે.શાહ, સુકેતુભાઇ શાહ, ભૂપેન્દ્રભાઇ મહેતા, રાજકોટ યુવરાજ શ્રી માંધાતાસિંહજી, પરશોત્તમભાઇ બોડા, માધવજીભાઇ નાદપરા, ધીરુભાઇ ગોહેલ વગેરે હરિભકતો તથા ગઢડાથી શા.ભકિતપ્રિયદાસજી સ્વામી, બોટાદથી શા. હરિપ્રસાદદાસજી સ્વામી, ટાટમથી સ્વયંપ્રકાશદાસજી સ્વામી, જુનાગઢથી શા.ભગવતચરણદાસજી સ્વામી, દેવનંદનદાસજી સ્વામી, કાલવાણીથી નારાયણચરણદાસજી સ્વામી, ધોરાજીથી ભકિતપ્રકાશદાસજી સ્વામી, અમરેલીથી હરિસ્વરુપદાસજી સ્વામી, રાજકોટથી પુજારી કોઠારી વિવેકસાગર સ્વામી, વડતાલથી વિવેક સ્વામી તથા શા. હરિચરણદાસજી સ્વામી વગેરે સંતો પધાર્યા હતા.

Achieved

Category

Tags