Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

ઉત્સવ તથા યજ્ઞશાળા ભૂમિપૂજન તથા ધ્વજારોહણ, 2012

ભગવાન શ્રી સ્વામિનારાયણે આ પૃથ્વી પર પ્રગટી ધર્મ ભકિત-જ્ઞાન વૈરાગ્યની જ્યોત પ્રજવલિત કરી, પોતાના પ્રેમી ભકતજનોને લાડ લડાવ્યા અને અનેક મુકતોને પોતાની સાથે લાવી જગતના જીવોને મોક્ષનો માર્ગ બતાવ્યો.મહારાજ મોકલેલા એવા જ મુકત એટલે અખંડ ભગવત્ પરાયણ જોગી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી. જેમણે પોતાના મુક્તપણાની સુગંધ ચારે તરફ પ્રસરાવી.એવા ૧૦૭ વર્ષીય  અક્ષર નિવાસી પૂજ્ય જોગી સ્વામીની પૂણ્ય સ્મૃતિમાં આયોજીત સદ્ગગુરુ વંદના મહોત્સવ પ્રસંગે યોજાતા ૧૦૮ શ્રીધર કુંડ સાથે વિશાલ યજ્ઞશાળા તથા મહોત્સવનું વૈદિક વિધિથી ભૂમિપૂજન તથા ૫૧ ફૂટના સુવર્ણ સ્થંભ પર ધ્વજારોહણ દશેરાના પુનિત પર્વે તા ૨૪ ઓક્ટોબર, ૨૦૧૨ના રોજ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે આજના દશેરાના પુનિત પર્વે ગુરુકુલમાં સદ્ગુરુ  વંદના મહોત્સવ નિમિત્તે ભગવાન યજ્ઞનારાયણની ધ્વજા ફરકાવવામાં આવી રહી છે.આજે ભારત વર્ષ અનેક મુશ્કલીઓનો સામનો કરી રહેલ છે. ત્યારે આ યજ્ઞનારાયણની કૃપા ભારત વર્ષ ઉપર સદૈવ વિજયશીલ બનાવે અને ભારત વર્ષની આમજનતા સંસ્કારી જીવન સાથે સુખ, શાંતિ,સમૃદ્ધિ ભોગવે એવી પ્રાર્થના છે.આજનો દિવસ ભારતીય સંસ્કૃતિ માટે અત્યંત મહત્વનો છે. આજના દિવસે રાવણનો વિનાશ કરી વિજય સાથે  રામચંદ્રજી ભગવાન અયોધ્યા પઘાર્યા હતા. લંકા નગરીની વિશિષ્ટતા એ હતી કે તેમાં રામચંદ્રજીના ભકત વિભિષણ અને રામશત્રુ રાવણ પણ રહેતો હતો. સમાજમાં પણ અંદર અને બહાર શત્રુ અને મિત્ર હોય છે. બાહ્ય શત્રુ કરતા અંદરના શત્રુઓ વધારે ખતરનાક હોય છે. જો મનુષ્ય પોતાના આંતરિક શત્રુઓ રાગ, દ્વેષ, ઈર્ષા, અહંકાર વગેરે ઉપર વિજ્ય મેળવે તો ભગવાન રામની જેમ મહાન બની શકે.આ લહેરાતી ધ્વજા અંતરશત્રુ પર વિજયનું પ્રતિક છે. આ ધ્વજા દેશની અંદર વસતા રાષ્ટ્રના શત્રુઓ ઉપર વિજય મેળવવાની પ્રેરણા આપે છે.

Achieved

Category

Tags