1st World Parliament on Spirituality, Hyderabad
he World United Organisation arranged for the First World Parliament on Spirituality at Hyderabad during December 17 – 21, 2012. Event was adorned with the spiritual leaders and learned personalities from many countries. On the special invitation from the organosers, Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami participated in this Spiritual parliament. After the inauguration and welcome speech by Mr. J P vasavani, Mr. Uagandharaji (secretary) explained about the World Parliament on Spirituality.On explaining the greatness of Indian culture, Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami detailed the generous philosophy of Rushies and explained the secret of blossomed spirituality in human life. The speech of Pujya Swamiji was sound responded.In this seminar, various topics were discussed by the scholars of the spiritual field. Pujya Madhavpriyadasji Swami conducted the seminar to explain how to inculcate the spiritual buds in the new generation.
હૈદરાબાદમાં ધ વર્લ્ડ યુનાઇટેડ સંસ્થા દ્વારા પ્રથમ વિશ્વ ધર્મ પાર્લામેન્ટ યોજાઇ
હૈદરાબાદમાં વર્લ્ડ યુનાઇટેડ સંસ્થા દ્વારા પ્રથમ વિશ્વધર્મ પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દુનિયાના અનેક દેશોના ધર્મજગતના વિદ્વાનોએ ભાગ લીધો હતો. આયોજકોના આગ્રહભર્યા આમંત્રણને માન આપી સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી હૈદરાબાદ ખાસ પધાર્યા હતા.આ પ્રસંગે દસ દેશોના 150 જેટલા સભ્યો દ્વારા બનેલી બેન્ડ પાર્ટીએ પૂર્ણ સન્માન સાથે વિવિધ દેશોના પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વિવિધ દેશોમાંથી આવેલા હજારો ડેલિગેટ્સની ઉપસ્થિતિમાં ધ વર્લ્ડ યુનાઇટેડના પ્રમુખ પદ્મ શ્રી કાર્તિકેય, દાદા જે.પી. વાસવાણીએ તેમજ અન્ય મહાનુભાવોએ દિપ પ્રાગટ્ય કરી સમારંભનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. દાદા વાસવાણીજીએ મંગલ ઉદબોધન કર્યું હતું. તથા બ્રહ્માકુમારી સંસ્થાના વડા જાનકી દીદીનો સંદેશ તેમના શિષ્યોએ સંભળાવ્યો હતો.
સેક્રેટરી શ્રી યુગન્ધરજીએ ધર્મસંસદ વિશેની માહિતી આપી હતી અને તેઓએ વિશ્વને ધાર્મિક એકતા અને વિશ્વશાંતિનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેનાર સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ભારત એ ઋષિમુનિઓનો દેશ છે. ઋષિમુનિઓ આપણને વિવિધતામાં એકતા શીખવે છે. આપણે બધાં એકતાની વાત કરીએ છીએ પરંતુ વાસ્તવમાં જાતજાતના ભેદભાવોમાં રમીએ છીએ. તેનું મૂળ કારણ અહંકાર છે. અહંકારને કારણે માણસ માને છે કે હું સર્વથી શ્રેષ્ઠ છું. મારો જ ધર્મ સર્વથી શ્રેષ્ઠ છે, વિશ્વને જ્ઞાનનો જ્યોતિ આપવાનો ઇજારો અમને આપ્યો છે. આવી માનસિકતા સંઘર્ષો સર્જે છે. અધ્યાત્મ વાતોનો વિષય નથી પણ જીવવાનો વિષય છે. અહંકારનું બલિદાન દીધા સિવાય અધ્યાત્મ ખીલતું નથી. આધ્યાત્મિક પ્રેમ માત્ર મનુષ્ય જાતિ પુરતો સિમીત નથી, તે પ્રેમ વૈશ્વિક પ્રેમ છે. જેમાં પશુ પંખી વૃક્ષ વેલી વગેરે સમસ્ત સર્જન આવી જાય છે.સ્વામીજીના વકતવ્યને ઉપસ્થિત સર્વેએ હર્ષનાદથી વધાવી લીધું હતું.પાંચ દિન ચાલનારા આ સંમેલનામાં અનેક મહત્વપૂર્ણ સેમિનારો યોજાયા હતા. જેમાં પૂ. માધવપ્રિયદાસજી સ્વામીએ નાના બાળકોમાં આધ્યાત્મિક સંસ્કારોનું સિંચન કેમ થઇ શકે એ વિષે બહુમુલ્ય માર્ગદર્શન આપ્યું હતું અને વધુમાં જણાવ્યું હતું કે સારા નરસા સંસ્કારોતો બાળક ઉપર માતાના ગર્ભમાંથી પડતા હોય છે.સંસ્કારી બાળકો જોઇતા હશે તો માતાપિતાએ સંસ્કારી બનવું પડશે. નાના બાળકને કંટાળા જનક ઉપદેશથી નહીં પરંતુ પ્રેમ, સંગીત, વાર્તાઓ અને ખેલકૂદ દ્વારા સારી રીતે સંસ્કારી કરી શકાય છે.