Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Educational visit of USC, Aiken – US

Educational visit of USC, Aiken – US

સ્વામી શ્રી માધવપ્રિયદાસજી અમેરિકાની સાઉથ કેરોલિના યુનિવર્સીટીની મુલાકાતે

અમેરિકાના વિચરણ દરમિયાન સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અમેરિકામાં એકન ખાતેની સાઉથ કેરોલીના યુનિવર્સીટીની શૈક્ષણિક મુલાકાતે પધાર્યા હતા. SGVP ઇન્ટરનેશનલ સ્કુલ અને સાઉથ કેરોલીના યુનિવર્સીટી, એકન સાથે વર્ષોથી જોડાણ થયેલું છે. આ મુલાકાત દરમ્યાન જોડાણને આગામી પાંચ વર્ષ માટે રીન્યુ કરવામાં આવ્યું હતું.

સ્વામીશ્રીના આગમનથી અહિના કુલપતિ, ઉપકુલપતિ, બીઝનેસ સ્કુલના હેડ તથા ભૂતપૂર્વ કુલપતિ વગેરે અત્યંત રાજી થયા હતા અને સ્વામીશ્રીનું ભાવપૂર્ણ સ્વાગત કર્યું હતું. સ્વામીશ્રીએ યુનિવર્સીટીના વિવિધ વિભાગોના વડાઓ સાથે બેઠકો યોજી હતી. યુનિવર્સીટી સાથેના જોડાણમાં જેમણે મહત્ત્વનો ભાગ ભજવ્યો છે, એવા ડૉ. નિરંજનભાઇ વ્યાસ સ્વામીશ્રીની સાથે જોડાયા હતા.

આ પ્રસંગે SGVP અને એકન યુનિવર્સીટી સાથેના જોડાણને વિશેષ મજબુત કરવા માટે પરસ્પર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આદાન-પ્રદાન, ભારત તથા અમેરિકા ખાતે ટીચર્સ એન્ડ સ્ટુડન્ટ એક્ષેન્જ પ્રોગ્રામ, SGVP ના વિદ્યાર્થીઓને યુનિવર્સીટીમાં પ્રવેશ, વીડીયો કોન્ફરન્સ દ્વારા વર્કશોપ વગેરે મહત્વના મુદ્દાઓ આવરી લેવાયા હતા. કુલપતિ શ્રી સાંદ્રા જોરડન, ભૂતપૂર્વ કુલપતિ શ્રી હોલમેન, ઉપકુલપતિ શ્રી જૈફ પ્રિસ્ટ, બીઝનેસ સ્કુલના ડીન જોન ક્લીફટ્‌ન, પ્રોફેસર ડેવીડ હોરીસન વગેરે SGVP ની પ્રગતી સાંભળીને અત્યંત પ્રસન્ન થયા હતા.
સ્વામીશ્રીની આ મુલાકાત અત્યંત સફળ રહી હતી.

આ પ્રસંગે સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, ‘આ જોડાણથી બે શૈક્ષણિક સંસ્થાઓ તથા બે દેશ વચ્ચેના સાંસ્કૃતિક તથા શૈક્ષણિક સંબંધો સુદ્રઢ બનશે.’
Picture Gallery
 

 

Achieved

Category

Tags