તાજેતરમાં શીકાગો-અમેરિકા ખાતે સ્વામીશ્રી અને અશોકજીની થયેલ ભેટની મધૂર સ્મૃતિરૂપ તસ્વીર
વિશ્વહિન્દુ પરિષદના ભિષ્મપિતામહ માનનીય શ્રી અશોકજી સીંઘલના અવસાનથી ન માત્ર હિન્દુ સમાજને પરંતુ પૂરાએ ભારતવર્ષને એક આદર્શ અને નિર્ભિક ધર્મનેતાની ખોટ પડી છે. વિવિધ ધારાઓમાં વહેતા હિન્દુ સમાજને એકત્રિત કરી મહાપ્રવાહમાં પલટાવવાનું ભગીરથ કાર્ય અશોકજીએ કર્યું છે. હિન્દુધર્મ પ્રત્યે એમની આસ્થા અડગ હતી. તેઓ માત્ર હિન્દુત્ત્વના મર્મજ્ઞ ન જ નહોતા, પરંતુ જબરા ઉપાસક પણ હતા. કલાકો સુધી એકધારા બેસીને પૂજન, અર્ચન અને આરાધન કરતા. પરિણામે મોટા મોટા ધર્મગુરુઓના પણ તેઓ આદરપાત્ર બન્યા હતા. સમસ્ત SGVP ગુરુકુલ પરિવાર અશોકજીના આત્માને શ્રદ્ધાંજલી અર્પણ કરે છે અને હિન્દુ સમાજને સબળ નેતૃત્વની જે ખોટ પડી છે તેને પરમાત્મા જલદી પૂર્ણ કરે તેવી પ્રાર્થના કરે છે.
– સ્વામી માધવપ્રિયદાસજી