Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Annual Patotsav Shree Ghanashyam Maharaj SGVP – 2022

Photo Gallery

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ એસજીવીપીમાં સંત નિવાસમાં વિરાજિત શ્રી ઘનશ્યામ મહારાજના વાર્ષિક પાટોત્સવ પ્રસંગે તા. ૦૯ ઓક્ટોબર, ૨૦૨૨ શરદ પૂર્ણિમાના પવિત્ર દિવસે ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં મહાભિષેક તથા અન્નકૂટનું આયોજન થયું હતું.

ભગવાન શ્રી સ્વામિનારાયણ જ્યારે અમદાવાદ પધારતા ત્યારે રસ્તામાં આવતી અડાલજ વાવમાં પોતે તથા પાંચસો પરમહંસો ઘણીવાર સ્નાન કરતા.

પાટોત્સવની પૂર્વ સંધ્યાએ તે પ્રાસાદિક ઐતિહાસિક અડાલજ વાવના પવિત્ર જળને દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો અને સંતો દ્વારા કાવડ મારફતે લાવવામાં આવ્યુ હતું. જલગરિયા સંતો ગુરુકુલ દરવાજે પહોંચતા, જળ પૂજન બાદ જલયાત્રાનું સદ્ગુરુ સંતોએ સ્વાગત પૂજન કર્યું હતું.
શરદ પૂર્ણિમાના પુનિત પર્વે વહેલી સવારે તે પવિત્ર જળ ઉપરાંત પંચગવ્ય, ગંગાજળ, ઔષધિઓના રસ, ફળોના રસ, નદીઓના જળ, કેસરજળ, પુષ્પ વગેરેથી વહેલી સવારે ઘનશ્યામ મહારાજનો અભિષેક કરવામાં આવ્યો હતો.

ત્યાર બાદ ૧૦૮ વાનગીઓનો અન્નકૂટ ઠાકોરજીને ધરાવી, પૂજ્ય સ્વામીજીએ અન્નકૂટની આરતી ઉતારી હતી. પૂજ્ય સ્વામીજીએ પ્રાસંગિક આશીર્વચનમા અભિષેક તથા અન્નકૂટનું મહત્ત્વ સમજાવ્યું હતું.
પૂજ્ય સ્વામીજીની પ્રેરણાથી અન્નકૂટનો તમામ પ્રસાદ ગરીબોને વહેંચવામાં આવ્યો હતો.

Achieved

Category

Tags