શ્રી ઘનશ્યામ મહારાજનો વાર્ષિક પાટોત્સવ, સહજાનંદમ્ SGVP
શરદ પૂર્ણિમા તા. ૧૭ ઑક્ટોબર, ૨૦૨૪ના રોજ, SGVP ગુરુકુલમાં સંત નિવાસ (સહજાનંદમ્)માં વિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના ૨૩માં વાર્ષિક પાટોત્સવ પ્રસંગે પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના આશીર્વાદ અને પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના સાનિધ્યમાં પ્રસાદીભૂત અડાલજની વાવનું જળ તથા પંચામૃત, તીર્થજળ વિવિધ ઔષધિઓ અને ફળોના રસ તથા કેસરજળ અને પુષ્પથી અભિષેક કરવામાં આવ્યો હતો. અભિષેક બાદ ૧૦૮ વાનગીઓનો અન્નકૂટ ધરાવી પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીએ આરતી ઉતારી હતી.
આફ્રિકામાં સત્સંગ વિચરણ કરી રહેલા પૂજ્ય સ્વામીજીએ ટેલિફોનિક માધ્યમથી આશીર્વચન પાઠવ્યા હતા.
પૂજ્ય સ્વામીજીની પ્રેરણાથી અન્નકૂટનો તમામ પ્રસાદ શાળાઓમાં અને મજૂરવર્ગમાં વિતરણ કરવામાં આવ્યો હતો.