બાલ ગુરુપૂર્ણિમા મહોત્સવ
ગુરુ પૂર્ણિમાના ઉપલક્ષ્યમાં, પૂર્વ સંધ્યાએ તા. ૧૯ જુલાઈ, ૨૦૨૪ ના રોજ સંસ્થાના વિદ્યાર્થીઓએ અને કાર્યકર્તાઓએ, ગુરુ પરંપરા અને સદ્ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા બાલ ગુરુપૂર્ણિમાનું આયોજન કર્યું હતું.
ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પાવન સાનિધ્યમાં એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કુલ-હોસ્ટેલ અને દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ ગુરુપરંપરાને વંદના નૃત્ય રજૂ કર્યું હતું. વિવિધ પ્રકારના હાર, ઉપહારો અર્પણ કરી ગુરુવર્ય પૂજ્ય સ્વામીજી પ્રત્યે ગુરુવંદના સાથે ગુરુ પૂજન કર્યું હતું.
ત્યારબાદ સંસ્થાના વિવિધ વિભાગના કાર્યકર્તાઓએ પણ ગુરુવર્ય પૂજ્ય સ્વામીજીનું પૂજન કરી અહોભાવ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે આશીર્વાદ આપતા પૂજ્ય સ્વામીજીએ જણાવેલ કે ગુરુના ગુરુતો ભગવાન નારાયણ છે. ખરેખર તો ગુરુપૂર્ણિમાં એટલે વ્યાસ પૂજનનો દિવસ. ગુરુ પૂર્ણિમા એટલે ભારતવર્ષની સંત પરંપરાને વંદન કરવાનું મહાન પર્વ. તમે સર્વ વિદ્યાર્થીઓ ભાગ્યશાળી છો કે તમોને આ સંસ્કાર સાથે શિક્ષણ આપતી એસજીવીપી સંસ્થામાં અભ્યાસ કરવાનો અવસર મળ્યો છે.