વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે, પરમ પૂજ્ય ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, અમદાવાદથી વડતાલધામ પદયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંતો, વિદ્યાર્થીઓ તથા ૨૦૦ ઉપરાંત ભક્તો જોડાયા હતા. તા. ૨૬ એપ્રિલ ૨૦૨૪ ના રોજ પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ પદયાત્રીઓને આશીર્વચન પાઠવી ચંદનથી ચાંદલો કરી ધૂન ભજન સાથે પદયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.
તા. ૨૮ એપ્રિલ, ૨૦૨૪ ના રોજ વડતાલ મુકામે, પદયાત્રીઓએ ધૂન ભજન સાથે શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરી પદયાત્રાની પૂર્ણાહુતિ કરી હતી.
પરમ પૂજ્ય ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે સૌને અંતરના રાજીપા સાથે આવકારી રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા.
આ પ્રસંગે, વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે, પરમ પૂજ્ય ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, અને પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી માર્ગદર્શન સાથે, SGVP ગુરુકુળ પરિવારના સૌજન્યથી વડતાલની આજુબાજુના પ્રદેશમાં ૧૫,૦૦૦ જોડી ચપ્પલનું વિતરણ કરવામાં કરવામાં આવ્યું હતું.