Photo Gallery
પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીની પાવન સ્મૃતિમાં ગુરુકુલ પરિવાર દ્વારા થઈ રહેલા ભજન-અનુષ્ઠાનનાં ખૂબ મોટા આયોજનો અંતર્ગત પૂજ્ય પુરાણી સ્વામીની ૮૫ વર્ષની જીવન યાત્રાના અનુસંધાને ૮૫ સ્થળોએ ૮૫ કલાકની અખંડ ધૂનનું આયોજન થયેલ છે. ઘણી જગ્યાએ ૮૫ કલાકની ધૂનો ચાલુ છે અને કેટલાક ઉત્સાહી હરિભક્તોના ગામોમાં ૮૫ કલાકની ધૂનો પૂર્ણ થઈ ગઈ છે.
ત્યારે ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અને પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અમદાવાદ મેમનગર મુકામે તારીખ ૯ થી ૧૨ જૂન દરમિયાન ૮૫ કલાકની અખંડ ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાત્રિ-દિવસ ચાલેલી આ ધૂનમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. સાથે મળી થતી ધૂનનાં દર્શન કરીએ ત્યારે જાણે ભજનનો દરિયો હિલોળે ચડ્યો હોય એવા અદ્ભુત દર્શન થતાં હતાં.
ધૂન પૂર્ણાહુતિ પ્રસંગે પૂજ્ય સદ્ગુરુ સંતોએ થયેલા ભજનને શ્રીહરિના ચરણે અર્પણ કર્યું હતું અને આગામી સમયમાં આવા અનેક આયોજનોમાં જોડાવા ભક્તોને પ્રરણા આપી હતી.
સત્સંગ પ્રચારાર્થે વિદેશ વિચરણ કરી રહેલ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ સતત ધૂનમાં બેસનાર હરિભકતો, વિદ્યાર્થીઓ અને સંતોને આશીર્વાદ આપ્યા હતા
ખાસ કરીને ૮૫ કલાક દરમ્યાન સતત ધૂન બોલાવનાર કલાકારો તેમજ સતત ઢોલ વગાડનારા કલાકારોને અભિનંદન આપ્યા હતા.
ધૂન દરમ્યાન ઉપવાસ કરીને ધૂનમા બેસનારા સંતો, ભક્તો અને વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા.
સ્વામીજીએ જણાવેલ કે આ સંતો કેવળ ભજનની વાતો જ કરતા નથી પણ એકેક કરોડ જપ કરવાના નિયમાધારી સંતો છે. સતત ૮૫ કલાકની ધૂન કરવી એ સંતોના દિલમાંથી ઉઠેલ અવાજ છે.
આ પ્રસંગે શાસ્ત્રી ભકતવત્સલદાસજી સ્વામીજી પ્રાસંગિક પ્રવચન કરેલ
પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવેલ કે મેમનગર ગુરુકુલ તો તપો ભૂમિ, યજ્ઞ અનુષ્ઠાન ભૂમિ અને સંસ્કારની ભૂમિ છે. જ્યાં કરોડોની સંખ્યામાં સ્વામિનારાયણ મહામંત્રનો જપ થઇ રહ્યો છે.
આ પ્રસંગે ગાયક કલાકાર હસમુખ પાટડીયા, ક્યાડા અમીત,ચૌહાણ રિતેશ, કૌશિક ગોલાદરા, મકાસણા આકાશ, કરકર જયદિપ, થડોદા દેવ, ભુંગાણી રાજ વગેરે તમામ ગાયક અને ઢોલ વગાડનારા કલાકારને શાલ ઓઢાડી પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી અને પુરાણી હરિસ્વરુપદાસજી સ્વામીના હસ્તે સન્માનિત કર્યા હતા.