Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

66th Republic Day Celebration, SGVP-Ahmedabad

66th Republic Day was celebrated in the holy presence of Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami, Mr. H M Patel (Ret. Army Car.) other dignitaries and students and parents. Students presented March past and performed many patriotic events. 11 martyrs family were invited and children supported with the educational aid for their entire study.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ છારોડી એસજીવીપી ખાતે ૬૬ મા પ્રજાસત્તાક પર્વે સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના હાથે ધ્વજ ફરકાવવામાં હતો.
આ પ્રસંગે નિવૃત આર્મી કર્નલ એચ.એમ.પટેલ, ઘનશ્યામભાઇ વ્યાસ, જયદેવભાઇ સોનાગરા, વાલીઓ તેમજ એસજીવીપી ઇન્ટર નેશનલ સ્કુલ , મેમનગર ગુરુકુલ અમદાવાદ, દર્શનમ્‌ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન બાદ વિદ્યાર્થીઓએ માર્ચ પાસ્ટ, દોરડા પર અંગ કસરતના દાવ સાથે પિરામીડો, યોગાસનો તેમજ આર્મી ગીત સાથે શૌર્ય નૃત્ય વગેરે દેશભકિતના કાર્યક્રમો કરી સૌ કોઇના મન હરી લીધા હતા.
ગણતંત્રના દિવસે ભારતના સૈનિકોને બિરદાવતા પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે આપણા સૈનિકો માત્ર સીમાડાનું રક્ષણ કરતા નથી પણ આપણા દેશના ગૌરવ અને સંસ્કૃતિનું રક્ષણ કરે છે. આ પ્રસંગે ગુરુકુલ તરફથી ભારતની સરહદ ઉપર સેવા કરતા કરતા શહીદી વ્હોરી લીધી હોય તેવા અગિયાર સૈનિકોના પરિવારના સંતાનોને શિક્ષણ માટે સહાય અર્પણ કરવામાં આવેલ હતી.
૧૧ શહીદોના પરિવારોને સત્કારતા પૂ. સ્વામીજીએ જણાવ્યું હતું કે શહાદતને ધર્મનો કોઇ રંગ નથી હોતો. શહાદતને એક માત્ર દેશ ભકિતનો રંગ હોય છે. આઝાદીના સમયે ભારતના વનવાસી-ઋષિઓએ પણ આઝાદી માટે શહાદત વહોરી હતી. અહીં જે શહાદતી પરિવારોનો સત્કાર થયો છે તે સત્કાર નથી પણ પૂજા છે.
ભારતને જે આઝાદી મળી એમાં ક્રાન્તિકારી વીરો – શહીદોનો ફાળો ક્યારેય વિસરી શકાય તેમ નથી. આ શહિદોએ પોતાની જાતને બલિદાન કરી ત્યારે દેશને આઝાદી મળી છે. ભારતીય સ્કુલોમાં શહીદોના ઇતિહાસ વ્યવસ્થિત રીતે શીખવાય એ જરુરી છે.

Picture Gallery
 

 

 

 

Achieved

Category

Tags