Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

48th Gyan Satra : Amadavad

જ્ઞાનસત્ર ૪૮

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અમદાવાદ, મેમનગરની સ્થાપનાના પ્રથમ વર્ષે જ, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના શુભાશીર્વાદ સાથે પ્રારંભિત થયેલ જ્ઞાનસત્રની દિવ્ય સત્સંગ પરંપરામાં, પવિત્ર શ્રાવણમાસમાં તા. ૦૬ થી ૧૨ ઑગસ્ટ, ૨૦૨૪ (શ્રાવણ સુદ ૨ થી શ્રાવણ સુદ ૭) દરમ્યાન અનેકવિધ ભક્તિસભર અને સામાજીક આયોજનો સાથે ૪૮ મો જ્ઞાનસત્ર આયોજીત થયો.

આગામી શ્રી વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે આયોજીત આ ૪૮માં જ્ઞાનસત્રમાં પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજીના વ્યાસાસને અને પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે આ ૪૮માં જ્ઞાનસત્રના પ્રારંભે તા. ૪ થી ૬ ઑગસ્ટ, ૨૦૨૪ સાંજે ૫:૩૦ સુધી ૪૮ કલાકની અખંડ ધૂન કરવામાં આવી હતી. જેમાં દિવસ-રાત સંતો, વિદ્યાર્થીઓ અને હરિભક્તોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

જ્ઞાનસત્ર દરમ્યાન દરરોજ સવારે શાસ્ત્રી શ્રી મુનિવત્સલદાસજી સ્વામી અને શાસ્ત્રી શ્રી શ્રુતિવલ્લભદાસજી સ્વામીએ શ્રીમદ સત્સંગીજીવન ગ્રંથના બીજા પ્રકરણ અંતર્ગત શ્રી નારાયણગીતા અને શ્રીજી મહારાજ દ્વારા ધર્મોપદેશની કથા વાર્તા સાંભળવી હતી. તથા પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન અને આશીર્વચનનો લાભ આપ્યો હતો.

દરરોજ બપોરે ૦૨:૪૫ થી ૦૩:૪૫ ભક્તિસભર કીર્તન ભક્તિમાંસૌ ભક્તોએ ઉત્સાહ અને ઉલ્હાસથી ભાગ લીધો હતો.

સાંજે સહજાનંદ વ્યાખ્યાનમાળામાં પુરાણી શ્રી વિશ્વવિહારીદાસજી સ્વામી, પુરાણી શ્રી ગુણસાગરદાસજી સ્વામી, શાસ્ત્રી શ્રી દર્શનપ્રિયદાસજી સ્વામી, શાસ્ત્રી શ્રી વિશ્વમંગલદાસજી સ્વામી, શાસ્ત્રી શ્રી બ્રહ્મવિહારીદાસજી સ્વામી, વગેરે યુવાન સંતોએ વિવિધ વિષયો ઉપર માનનીય, પ્રેરણાસભર કથા વાર્તા કરી હતી.

ત્યારબાદ કથા પ્રસંગમાં પરમ પૂજ્ય સ્વામીજીએ શ્રીમદ સત્સંગીજીવનની કથા અંતર્ગત સદ્ગુરુઓનાજીવંચારીત્રોનું રસપાન કરાવ્યુ હતું.

તા. ૬ ઑગસ્ટ ૨૦૨૪ પ્રથમ દિવસે સાંજે ૫: ૩૦ કલાકે ૪૮ કલાક અખંડ ધૂન પૂર્ણાહુતિ

સાંજે ૬:૦૦ કલાકે ગુરુકુલ મેમનગર ખાતે, શ્રી જોગી સ્વામી હોલિસ્ટિક હોસ્પિટલના સિટી સેંટરનું ઉદ્ધાટન, પૂજ્ય સ્વામીજીના શુભ હસ્તે, પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામી, સંતો અને અગ્રણી હરિભક્તોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.

હવેથી દિવસ દરમ્યાન એલોપથી અને આયુર્વેદ બંને વિભાગમાં સ્થાનિક લોકો સારવારનો લાભ લઈ શકશે. ઉપરાંત વિવિધ મેડિકલ કેમ્પના આયોજન થશે.

જ્ઞાનસત્ર દરમ્યાન ફ્રી નિદાન કેમ્પમાં હૃદય, મગજ, કિડની, ડાયાબિટીસ, વગેરે રોગોના ૩૦૮ જેટલા દર્દીઓએ ફ્રી નિદાનનો લાભ લીધો હતો.

સાંજે ૬:૩૦ કલાકે પોથીયાત્રા અને કથા પ્રારંભ

તા. ૯ ઑગસ્ટ, ૨૦૨૪ સવારે સંસ્કૃતનો અભ્યાસ કરતાં સંતોએ વિવિધ વિષયો ઉપર પ્રવચન કર્યા હતા.

તા. ૧૦ ઑગસ્ટ ૨૦૨૪ – સાંજે સહજાનંદ વ્યાખ્યાનમાળા અંતર્ગત, શાસ્ત્રી શ્રી ધર્મવત્સલદાસજી સ્વામીએ સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીથી આરંભીને ગુરુપરંપરાના સંતોના ગૃહત્યાગના પ્રસંગોની મહિમાસભર રજૂઆત કરી તે તે સદ્ગુરુઓના પૂર્વાશ્રમના હાલના વંશજોનું સન્માન કર્યું હતું.

સાંજે વર્ષ દરમ્યાનના વિદ્યાદાન તિથિના યજમાનોને સદ્ગુરુ સંતોએ બહુમાન કરી આશીર્વાદ પાઠવ્યા હતા.

રાત્રે ૦૮:૩૦ કલાકે ઠાકરથાળીમાં સંતો અને સત્રાર્થીઓએ વિવિધ કીર્તન સાથે રાસોત્સવ માણ્યો હતો.

તા. ૧૧ ઑગસ્ટ ૨૦૨૪

બપોરે ૧૨:૩૦ થો ૦૩:૦૦ દરમ્યાન પૂજ્ય સાંખ્યયોગી બહેનોના સાનિધ્યમાં મહિલા સત્સંગ સભામાં પ્રેરક ઉદ્બોધન અને બહેનો દ્વારા વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.

સાંજે ગૌરીપૂજન અંતર્ગત પ્રાથમિક થી ગ્રેજ્યુએશન સુધીની જરૂરિયાતમંદ ૧૦૮ દીકરીઓને શૈક્ષણિક સહાય આપી પૂજન કરવામાં આવ્યું હતું. તથા વિદ્યાદાન તિથિના મહિલા યજમાનોને સાંખ્યયોગી બહેનોએ બહુમાન કરી આશીર્વાદ પાઠવ્યા હતા.

દિવસ દરમ્યાન રક્તદાન કેમ્પમાં ૨૧૫ બોટલ જેટલું સ્વૈચ્છિક રક્તદાન કરવામાં આવ્યું હતું.

તા. ૧૨ ઑગસ્ટ ૨૦૨૪ સાંજે સદ્ગુરુ સંતો દ્વારા યજમાનોને આશીર્વચન સાથે જ્ઞાનસત્રની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

Achieved

Category

Tags